Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1840

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1840

Language
Gujarati

1840

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૬૦, ૫૬૧ + વિવેચન [૩૬/નિર્યુક્તિ-૫૬૦, ૫૬૧ + વિવેચન]
જેઓ ભવસિદ્ધિક છે, પરિત સંસારી છે, ભવ્ય છે, એવા ધીર પુરુષો આ છત્રીશ ઉત્તરાધ્યયનને ભણે છે.
જેઓ અભવસિદ્ધિક છે, ગ્રન્થિકસત્વા છે, અનંત સંસારી છે તે સંક્લિષ્ટ કર્મોવાળા અભવ્યો તેઓ તે આ અસત્‌ છે.
૦ ઉક્ત નિર્યુક્તિનું વિવેચન કરતાં વૃત્તિકારશ્રી કહે છે –
ભવ્યસિદ્ધિક એટલે ભવ્ય જીવો, પરિત સંસારી - જેણે સંસારને પરિમિત કરેલો છે તેવા. ભવ્ય - સમ્યગ્‌દર્શનાદિ ગુણને યોગ્ય એટલે ગ્રન્થિનો ભેદ કરેલા, આ અધ્યયનો ભણે છે. - X - X -
અહીં સમ્યગ્‌ જ્ઞાનના સદ્ભાથી નિશ્ચયથી પાઠ સંભવે છે. બીજાઓને તે વ્યવહારથી સંભવે છે.
ગ્રંથિકસત્વા - અભિન્ન ગ્રંથિ. અનંત - અપર્યવસિત અર્થાત્‌ અનંત સંસારી - ક્યારેય મુક્તિ સુખને ન પામનાર એવા અભવ્યો.
સંક્લિષ્ટ - અશુભ એવા જ્ઞાનાવરણીયાદિ કર્મો જેમને છે તેવા સંક્લિષ્ટ કર્મોવાળો. અભવ્ય - અયોગ્ય.
આ બંને ગાથા વડે નિર્યુક્તિકારશ્રીએ માહાત્મ્ય બતાવતા કહ્યું છે કે, વિશિષ્ટ યોગ્યતાવાળા તાત્વિકો વડે જ આ અધ્યયનનો સદ્ભાવ જાણવો. આ અધ્યયનો કઈ રીતે ધારણ કરવા? તે કહે છે –

Linked texts (1)