Uttarajjhayana 185
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 185
- Language
- Gujarati
185
વિવેચન–૫૫, ૫૬
ગ્રામાનુગ્રામ કે મુક્તિ પથે જતાં અથવા ધર્મનું આસેવન કરતો. વિરત - અગ્નિ સમારંભાદિથી નિવૃત્ત અથવા આસક્તિ રહિત, રૂક્ષ - સ્નાન અને સ્નિગ્ધ ભોજનાદિના પરિહારથી રૂક્ષ, શીત વડે અભિદ્રવિત થાય, વિશેષથી ઠંડી પડે પીડાય છે. ક્યારે? શીતકાલાદિમાં અથવા પ્રતિમા સ્વીકારેલ હોય ત્યારે. પછી શું? વેલા - સીમા, મર્યાદા, સેતુ. શીત સહન કરવા રૂપ મર્યાદાને ન ઉલ્લંઘે. અથવા અપધ્યાન રૂપ સ્થાનાંતર સર્પણાદિ વડે ન ઉલ્લંઘે. અહીં શું ઉપદેશ કરે છે? તેથી કહે છે – ભવ આવર્તમાં પડે છે. પાપબુદ્ધિ ઉક્ત રૂપ મર્યાદા અતિક્રમકારી છે, તેથી સદ્બુદ્ધિ વડે આ પાપબુદ્ધિ પરિહરવી. અથવા વેલા - સ્વાધ્યાયાદિ કાળરૂપ, તેને ઉલ્લંઘીને, ‘ઠંડી વડે હું પીડાઉં છું.’ એ પ્રમાણે તપસ્વી મુનિ બીજે સ્થાને ન જાય. કેમ? જિનાગમમાં - જીવ અન્ય છે અને શરીર અન્ય છે એમ સાંભળીને. પૂર્વે નરકાદિમાં ઘણી વેદના અનુભવી છે.
વળી મારી પાસે શીત - વાતાદિ નિવારણ મકાન આદિ નથી. તેમ ન વિચારે, શીત આદિથી રક્ષક વસ્ત્ર, કંબલાદિ નથી માટે હું અગ્નિને સેવું, તેમ ન વિચારે. વિચારવાનો જ નિષેધ છે, તો સેવવાની વાત જ ક્યાં રહી? આ લયનદ્વાર છે. તેમાં ‘મુનિ મર્યાદા ન ઓળંગે’ ઈત્યાદિ સૂત્ર અવયવ સૂચિત દૃષ્ટાંત કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati