Uttarajjhayana 186
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 186
- Language
- Gujarati
186
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૯૧ + વિવેચન [૨/નિર્યુક્તિ-૯૧ + વિવેચન]
આ નિર્યુક્તિનો ભાવાર્થ વૃદ્ધ-વિવરણથી વૃત્તિકારશ્રી જણાવે છે – રાજગૃહ નગરમાં ચાર મિત્રો વણિજની સાથે વૃદ્ધિ પામ્યા. તેઓ ભદ્રબાહુ સ્વામી પાસે ધર્મ સાંભળીને પ્રવ્રજિત થયા. તેઓ ઘણું શ્રુત ભણીને અન્યદા કોઈ દિવસે એકાકી વિહાર પ્રતિમાવાળા થયા. તેની સમાપ્તિ પછી વિચરતા ફરી પણ રાજગૃહ નગરે આવ્યા. હેમંતઋતુ વર્તતી હતી. તેઓ ભિક્ષા કરી ત્રીજી પોરિસીમાં નિવૃત્ત થયા. વૈભારગિરિના માર્ગે જવાનું હતું.
તેમાં પહેલાને ગિરિગુફા દ્વારે છેલ્લી પોરિસી થઈ, તે ત્યાં જ રહ્યો. બીજાને ઉદ્યાનમાં, ત્રીજાને ઉદ્યાન નજીક, ચોથાને નગરાભ્યાસમાં થઈ. જે ગિરિગુફા પાસે હતો તે ઠંડીને સહન કરતા અને ખમતા પહેલાં યામે જ કાળધર્મ પામ્યો. એ પ્રમાણે જે નગર સમીપે હતો તે ચોથા યામે કાળધર્મ પામ્યો. આ પ્રમાણે સમ્યક્પણે શીત પરીષહ સહન કરવો. જેમ તે ચારેએ સહન કર્યો.
હવે શીતના વિપક્ષરૂપ ઉષ્ણ પરીષહને કહે છે –