Pramāṇa · Search · About · API

Uttarajjhayana 188

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 188

Language
Gujarati

188

વિવેચન–૫૭, ૫૮
ઉષ્ણ સ્પર્શવત્‌ ભૂમિ કે શીલાદિ વડે પરિતાપ વડે તથા બાહ્ય સ્વેદ અને મલ વડે કે અગ્નિથી તૃષ્ણા જનિત દાહરૂપથી અત્યંત પીડિત તથા ગ્રીષ્મ કે શરદમાં નારકાદિની તીક્ષ્ણ વેદનાને વિચારતો, ‘મને મંદભાગ્યને સુખ કઈ રીતે થાય?’ એવું ન બોલે અથવા ક્યારે શીતકાળ કે ચંદ્રકાળથી મને સુખ કેવી રીતે થાય? એવું ન વિચારે. ઉપદેશાંતરથી કહે છે –
ઉષ્ણતાથી અત્યંત પીડિત, મર્યાદામાં વર્તતો - મેઘાવી દેશથી કે સર્વથી સ્નાનની અભિલાષા પણ ન કરે. ન પ્રાર્થના કરે, શરીરને જળથી સૂક્ષ્મ બિંદુ વડે ભીનું પણ ન કરે, વીંઝણાથી પોતાને વીંઝે નહીં. હવે શિલા દ્વારને અનુસ્મરીને ‘ઉષ્ણ પરિતાપ’ ઈત્યાદિ સૂત્ર અવયવનું દૃષ્ટાંત કહે છે –

Linked texts (2)