Pramāṇa · Search · About · API

Uttarajjhayana 191

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 191

Language
Gujarati

191

વિવેચન–૫૯, ૬૦
દંશ-મશક અને ઉપલક્ષણથી જૂ આદિથી પીડિત મુનિ, તેને ન ગણકારતો સમભાવમાં રહે. અથવા સમર-યુદ્ધમાં કે સંગ્રામને મોરચે પ્રશસ્ત યતિ, સંગ્રામને મોરચે રહેલા પરાક્રમવાન હાથી કે યોદ્ધાની માફક શત્રુનો પરાજય કરે. જેમ પરાક્રમી હાથી કે યોદ્ધો બાણો વડે વીંધાવા છતાં તેને અવગણીને શત્રુને જીતે છે, તેમ મુનિ પણ દંશાદિ વડે પીડાવા છતાં ક્રોધાદિ ભાવશત્રુને જીતે છે. કઈ રીતે ભાવશત્રુને જીતે?
દંશાદિ વડે ઉદ્વેગ ન પામે અથવા તેઓ વડે પીડા પામતા પણ મુનિના અંગો કંપે નહીં. દંશાદિને પીડા કરતા નિવારે નહીં. અર્થાત્‌ અંતરાય ન કરે. વચન તો દૂર રહ્યું, મનમાં પણ દ્વેષ ન કરે. પરંતુ ઉદાસીનતા - ઉપેક્ષા જ કરે. તેથી મુનિ પોતાના માંસ અને લોહીનો આહાર કરતાં જીવોને હણે નહીં. - X - X - X - X - X - X - એમ વિચારે કે આ અસંજ્ઞી અને આહારાર્થી મારા આ શરીરને ખાય, તો તે તેમનું ભોજન છે, તેમાં શો દ્વેષ કરવો એ પ્રમાણે વિચારે, પણ તેની ઉપેક્ષા કરી, તેનો ઘાત ન વિચારે.
આ પથિ દ્વાર છે. તેમાં દંશમશકની પીડાને આશ્રીને દૃષ્ટાંત –

Linked texts (2)