Uttarajjhayana 192
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 192
- Language
- Gujarati
192
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૯૩ + વિવેચન [૨/નિર્યુક્તિ-૯૩ + વિવેચન]
આ નિર્યુક્તિનો ભાવાર્થ બતાવતા વૃત્તિકારશ્રી દૃષ્ટાંતને કહે છે – ચંપા નગરીમાં જિતશત્રુ રાજાનો પુત્ર સુમનોભદ્ર યુવરાજ હતો. ધર્મઘોષસૂરિ પાસે ધર્મ સાંભળીને કામભોગથી કંટાળીને દીક્ષા લીધી. એકાકી વિહાર સ્વીકાર્યો. પછી અધોભૂમિમાં વિચરતા શરત્કાળમાં અટવી તરફ આવ્યો. રાત્રિના મશકો વડે ખવાતા, તે તેને પ્રમાર્જતો નથી, પણ સમ્યક્ સહન કરે છે, તેનાથી તે રાત્રે જ કાળધર્મ પામ્યો. આ પ્રમાણે પરીષહ સહેવો.
ઉક્ત પરીષહોથી પીડાતો તે વસ્ત્ર, કંબલ આદિના અન્વેષણમાં તત્પર ન બને, તેથી અચેલ પરીષહ કહે છે –