Pramāṇa · Search · About · API

Uttarajjhayana 194

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 194

Language
Gujarati

194

વિવેચન–૬૧, ૬૨
પરિજીર્ણ - બધી તરફ હાનિને પામેલ વસ્ત્રો વડે, હું વસ્ત્ર રહિત થઈ જઈશ, અલ્પ દિન ભાવિત્વથી ભિક્ષુ એમ ન વિચારે અથવા વસ્ત્ર-યુક્ત થઈશ, કેમકે મારા જીર્ણ વસ્ત્રો જોઈને કોઈ શ્રાદ્ધ સુંદરતર વસ્ત્રો આપશે, તેમ ભિક્ષુ ન વિચારે. મારી પાસે પૂર્વે ગ્રહણ કરેલ વસ્ત્ર નથી. તેવો દાતા પણ નથી, એવી દૈન્યતા ન કરે કે અન્ય લાભની સંભાવના નથી. પ્રમુદિત માનસવાળા ન થાય.
આ રીતે જીર્ણાદિ વસ્ત્રતાથી અચેલ વડે સ્થવિરકલ્પિકને આશ્રીને અચેલ પરીષહ કહ્યો. હવે તે જ સામાન્યથી કહે છે –
કોઈ કાળે જિનકલ્પ પ્રતિપત્તિમાં સ્થવિર કલ્પમાં પણ અથવા દુર્લભ વસ્ત્રાદિમાં સર્વથા વસ્ત્રના અભાવથી, વસ્ત્ર વિના વર્ષાદિ નિમિત્તે પ્રાવરણ રહિત કે જીર્ણાદિ વસ્ત્રપણાથી અવસ્ત્રવાળો થાય છે. તેમાં જાતે જ, બીજાના અભિયોગથી નહીં. સ્થવિર કલ્પિકત્વમાં ક્યારેક વસ્ત્રયુક્ત હોય. આ પ્રમાણે અવસ્થાના ઔચિત્યથી સચેલત્વ કે અચેલત્વમાં, યતિધર્મ તેમને ઉપકારક જાણીને તેમાં અચેલકત્વના ધર્મહિતત્વ, અલ્પ પ્રત્યુપ્રેક્ષા આદિ વડે જાણવું. સચેલત્વ પણ ધર્મોપકારિત્વને અગ્નિ આદિ આરંભના નિવારકપણાથી સંયમફળ રૂપે છે. - X - પણ અચેલ થઈને શું આ શીત આદિથી પીડિત એવા મને કંઈ શરણ નથી, તેમ દિનતાનો આશ્રય ન કરે. - X - X - X - X - X - X - X - X (અહીં વસ્ત્રને આશ્રીને કેટલોક વાદ છે. જેના કેટલાંક અંશો જ અમે નોંધીએ છીએ –) વસ્ત્રને માત્ર પરિગ્રહ ન ગણવો, કેમકે જો પરિગ્રહ મૂર્ચ્છાને કહેલ છે, તો શરીરની પણ મૂર્ચ્છા હોય જ છે. જેમ શરીર એ મુક્તિનું અંગ છે, તેમ તથાવિધ શક્તિ રહિતને શીતકાળ આદિમાં સ્વાધ્યાયાદિમાં વસ્ત્ર ઉપકારક છે, તેથી તે પણ મુક્તિના અંગરૂપ જ છે. અભ્યુપગમને મૂર્ચ્છાનો હેતુ કહેલ છે, નિગૃહીત આત્માને જરાપણ મૂર્ચ્છા હોતી નથી. મૂર્ચ્છાના અભાવે તે અપરીગ્રહ જ છે. તેથી સંયમ રક્ષણના ઉપાયરૂપે સ્વીકારાતા વસ્ત્રમાં પરિગ્રહ નથી.
કહ્યું છે કે – જે પણ વસ્ત્ર કે પાત્ર કે કંબલ કે પાદપ્રૌંછન છે, તે પણ સંયમ લજ્જાર્થે ધારણ કરે અને પરિભોગ કરે. - X - X - X - સૂત્રમાં પણ તીર્થંકરને સચેલ અને અચેલ બંને અવસ્થા કહી છે, જેમકે – જિનકલ્પિકોને વસ્ત્રાદિ ઉપકરણનો જે અભાવ કહ્યો છે, તે તેમના ધૃતિ, શક્તિ, સંહનન, શ્રુતાતિશય યુક્તતાથી જ છે.
તથાવિધિ શક્તિ અને સંહનન રહિતતાથી, હિમકણાનુષક્ત શીતાદિમાં બહુતર દોષહેતુક અગ્નિ આરંભાદિક થાય, તથાવિધ આચ્છાદનના અભાવથી શીત આદિથી ખેદિત થયેલાને શુભધ્યાનના અભાવથી સમ્યક્‌ત્વાદિથી વિચલન સંભવે છે. (માટે વસ્ત્ર જરૂરી છે.)
જેમ ક્ષુધા પરીષહનો વિજેતા પણ આહાર ગવેષણા કરે છે, તેમ પરિશુદ્ધ ઉપભોગપણાથી સચેલ પરીષહત્વને જીતેલ પણ વસ્ત્રની ગવેષણા કરે કે વાપરે, તો તેમાં દોષ નથી. વસ્ત્રો પણ ધર્મોપકારી છે જ. - X - X - X - X - X - X - X - વાચક સિદ્ધસેને પણ કહેલ છે કે – મોક્ષને માટે ધર્મસિદ્ધિ અર્થે શરીરને ધારણ કરાય છે, શરીર ધારણાર્થે ભિક્ષાનું ગ્રહણ ઈચ્છવા યોગ્ય છે, તે પ્રમાણે જ ઉપગ્રહાર્થે પાત્ર અને વસ્ત્ર જરૂરી છે. તેથી પરિગ્રહ નથી. - X - X -
વિવેચનમાં કહેવાયેલ અતિ વિસ્તૃત વાદ-પ્રતિવાદને અંતે નિષ્કર્ષ બતાવતા વૃત્તિકારશ્રી કહે છે કે – ચારિત્રના નિમિત્તે વસ્ત્રો તે અશુદ્ધ હેતુ નથી. એકાંતિકપણે તેનો પરિહાર કરવો ન જોઈએ.
હવે ‘મહલ્લ’ એ દ્વાર કહે છે. તેમાં ‘એયં ધમ્મહિયં નચ્ચે’ ઈત્યાદિ સૂત્ર સૂચિત દૃષ્ટાંતને કહે છે –

Linked texts (2)