Uttarajjhayana 197
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 197
- Language
- Gujarati
197
વિવેચન–૬૩, ૬૪
બુદ્ધિ આદિ ગુણોને ગ્રસે તે ગ્રામ, તે ત્યાંથી અનુગ્રામ જતાં અર્થાત્ તે માર્ગને અનુકૂળ જાય. કેમકે અનનુકૂળ ગમનમાં પ્રયોજનનો અભાવ છે. માટે ગ્રામાનુગ્રામ કહ્યું અથવા ગામ મોટું છે અને અનુગ્રામ નાનું છે, તે ગ્રામાનુગ્રામ અથવા ‘ગ્રામ’ એ રૂઢિ શબ્દથી એક ગામથી બીજે ગામ, ત્યાંથી અન્ય, તેને ગ્રામાનુગ્રામ કહે છે. ઉપલક્ષણથી નગરથી નગર પણ સમજવું. તેમ વિચરતા અણગાર કે જેને ધન, કનક આદિનો પ્રતિબંધ નથી તેવો અકિંચન - નિષ્પરિગ્રહી, ઉક્ત અરતિને મનમાં પણ ન લાવે. પણ તે પરીષહને સહન કરે. કઈ રીતે?
સંયમ વિષયક કે મોહનીય કર્મ પ્રકૃતિરૂપ અરતિ પ્રતિ પીઠ કરીને, આ ધર્મ વિઘ્ન હેતુ છે, એવી મતિથી તિરસ્કારીને, હિંસાદિથી અટકીને, આત્માને દુર્ગતિના હેતુ અને અપધ્યાનાદિથી રક્ષણ કરે. અથવા આય - જ્ઞાનાદિ લાભ. તેના વડે રક્ષિત તે આયરક્ષિત, શ્રુતધર્માદિમાં રતિવાળો થાય. અથવા ધર્મ જ સતત આનંદ હેતુપણે પ્રતિપાલિત કરવા વડે આરામ, તે ધર્મારામ. તેમાં સ્થિત રહે. અસત્ ક્રિયા પ્રવર્તનરૂપ નિરારંભી થાય, ક્રોધાદિ ઉપશાંત થાય. સર્વ વિરતિનો પ્રતિજ્ઞાતા થઈને વિચારે. સાગરોપમ કાળ ગયો, તે મારા આ મનોદુઃખનું મહત્ત્વ કેટલું? તેમ ચિંતવે. પણ ઉત્પન્ન અરતિને જોનારો ન થાય. આ વિરત આદિ વિશેષણ અરતિના તિરસ્કારના ફળ પણ છે. - X -
આ તાપસદ્વાર જાણવું. ‘અરતિ’ આદિ સૂત્ર સૂચિતનું દૃષ્ટાંત –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati