Uttarajjhayana 198
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 198
- Language
- Gujarati
198
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૯૮, ૯૯ + વિવેચન [૨/નિર્યુક્તિ-૯૮, ૯૯ + વિવેચન]
આ બંને નિર્યુક્તિને અર્થથી સંપ્રદાય થકી જાણવો. તે આ છે –
અચલપુર નામે પ્રતિષ્ઠાન હતું, ત્યાં જિતશત્રુ રાજા હતો, તેનો પુત્ર યુવરાજ હતો. તેણે રાધાચાર્યની પાસે દીક્ષા લીધી. તે કોઈ દિવસે વિચરતા તગરા નગરી ગયો. તે રાધાચાર્યના સદ્ય અંતેવાસી આર્ય રાધક્ષમણ નામે હતા તે ઉજ્જૈની વિચરતા હતા. સાધુઓ ત્યાંથી આવીને રાધાચાર્ય પાસે ગયા. તેમણે પૂછ્યું - બધું નિરૂપસર્ગે વર્તે છે? તેમણે કહ્યું – રાજપુત્ર પુરોહિતપુત્ર તકલીફ આપે છે. તે દીક્ષા લીધેલા યુવરાજનો તે રાજપુત્ર ભત્રીજો હતો. તે સંસારે ન ભમે એમ સમજીને આચાર્યને પૂછીને ઉજ્જૈની ગયો. રાજપુત્ર અને પુરોહિતપુત્ર તેને જોઈને ઊભા થયા. તેણે પણ મોટા અવાજે ‘ધર્મલાભ’ કહ્યો. તે બંને બોલ્યા – બહુ સુંદર, આ પ્રવ્રજિત આપણા માર્ગમાં આવ્યો.
તે બંનેએ રોષિત થઈને સામે થયા. તેને પકડીને યુદ્ધ કરવા લાગ્યા. સાધુએ તે બંનેના સાંધા ઢીલા કરી દીધા. બંનેને માર્યા, તે બંને માર ખાતા-ખાતા રાડો પાડવા લાગ્યા. પરિજનોને થયું કે - તે સાધુ માર ખાવાથી રાડો પાડે છે. સાધુ ત્યાંથી નીકળી ગયા. પછી તે સ્વજનોએ જોયું કે આ બંને નથી જીવતા કે નથી મરેલા. એકૈક દૃષ્ટિથી જોઈ રહ્યા છે. પછી રાજાએ પુરોહિતને બોલાવીને કહ્યું – કોઈ સાધુ આવેલ, તેણે આમ કર્યું. પછી રાજા સર્વ સૈન્ય સાથે આવ્યો. તે સાધુ પણ એક પડખે રહીને પરાવર્તના કરતા હતા. રાજા આચાર્યના પગે પડી ગયો, અમારા ઉપર કૃપા કરો.
આચાર્યએ કહ્યું – હું કંઈ જાણતો નથી, રાજન્! અહીં એક મહેમાન સાધુ પધારેલ છે, કદાચ તે હોય. રાજા તેની પાસે આવ્યો. બધો વૃત્તાંત જાણ્યો, ત્યારે તે સાધુએ કહ્યું – તારા રાજાપણાને ધિક્કાર થાઓ. જો તું તારા પોતાના પુત્રાદિનો પણ નિગ્રહ કરતો નથી. પછી રાજા બોલ્યો – કૃપા કરો. રાજાએ કહ્યું કે – પછી જો પ્રવ્રજ્યા લે તો આ બંને મુક્ત થાય. અન્યથા તેમને ન છોડું. રાજા અને પુરોહિતે કહ્યું – ભલે, તેમ થાઓ. તે બંનેને પૂછતા તેમણે પણ કહ્યું – અમને પ્રવ્રજિત કરો. પહેલાં તે બંનેનો લોચ કર્યો, પછી મુક્ત કર્યા.
તે રાજપુત્ર નિઃશંકિતપણે ધર્મ કરે છે, પણ પુરોહિત પુત્રને જાતિમદ હતો. તેને થતું હતું કે અમને બંનેને બળાત્કારે દીક્ષા આપેલ છે. એ પ્રમાણે તે બંને કાળ કરીને દેવલોકે ઉત્પન્ન થયા.
આ તરફ કૌશાંબી નગરીમાં તાપસ નામે શ્રેષ્ઠી હતો. તે મરીને પોતાના જ ઘેર શૂકર રૂપે જનમ્યો. તેને જાતિસ્મરણ જ્ઞાન હતું. પછી તે જ દિવસે પુત્ર વડે મારી નંખાયો. પછી તે જ ઘરમાં સર્પરૂપે જનમ્યો. ત્યાં પણ જાતિસ્મરણ થયું. ત્યાં પણ તેને મારી નાંખ્યો. પછી તે પુત્રના પુત્ર રૂપે જનમ્યો. ત્યાં પણ જાતિસ્મરણથી વિચારે છે – કઈ રીતે હું મારી પુત્રવધૂ સાથે માતા રૂપે વ્યવહાર કરું? પુત્રરૂપે કે પિતારૂપે? પછી મૂંગાપણાને ધારણ કર્યું. પછી મોટો થઈને સાધુને આશ્રીને રહ્યો. ધર્મ સાંભળ્યો.
આ તરફ પેલા બ્રાહ્મણ દેવે મહાવિદેહમાં તીર્થંકરને પૂછ્યું – શું હું દુર્લભ બોધિ છું કે સુલભ બોધિ? ત્યારે ભગવંતે કહ્યું – દુર્લભ બોધિક છો. ફરી પણ પૂછે છે કે – હું ક્યાં ઉત્પન્ન થઈશ? ભગવંતે કહ્યું કે - કૌશાંબીમાં મૂંગાનો ભાઈ થઈશ. તે મૂક દીક્ષા લેશે. તે દેવ ભગવંતને વાંદીને મૂંગા પાસે ગયો. તેને ઘણું જ દ્રવ્ય આપીને કહે છે – હું તારા પિતૃગૃહે ઉત્પન્ન થઈશ. તેણીને આમ્રના દોહદ થશે. અમુક પર્વતે મેં આમ્રને સદા પુષ્પફળ યુક્ત કરેલ છે, તું તેની આગળ લખ કે તને પુત્ર થશે. જો તે મને આપશે, તો હું તમારા માટે આમ્રફળોને લાવીશ. હું જન્મું ત્યારે મને ધર્મનો બોધ કરજે. તે મૂંગાએ એ વાત સ્વીકારી, દેવ પાછો ગયો.
અન્યદા કેટલાંક દિવસો પછી ચ્યવીને તેણીના ગર્ભમાં ઉત્પન્ન થયો. અકાલે તેણીને આમ્રનો દોહદ ઉત્પન્ન થયો. તે મૂંગાએ લખ્યું કે - જો મને ગર્ભ આપીશ તો હું આમ્રને લાવી આપીશ. તેણીએ કહ્યું - આપીશ. તેણે આમ્રફળ લાવી આપીને દોહદ પૂર્ણ કરાવ્યો. ઉચિત કાળે બાળક જનમ્યો. તેણે તે બાળકને સાધુને પગે લગાડ્યો. તે વંદન કરતો નથી. પછી શ્રાંત અને પરિશ્રાંત થઈને મૂંગાએ દીક્ષા લીધી. શ્રામણ્ય પાળીને દેવલોકે ગયો. તેણે અવધિજ્ઞાન પ્રયોજ્યું. તેટલામાં આ બ્રાહ્મણદેવ જે પુત્રરૂપે જનમ્યો હતો તેને જોયો. દેવે તેનામાં જલોદર કર્યું. તેનાથી તે ઉઠી શકતો નથી. બધાં વૈદ્યોએ પ્રત્યાખ્યાન કરાવ્યા. તે દેવ ડોંબનું રૂપ કરી ઘોષણા કરતો ચાલવા લાગ્યો - ‘હું વૈદ્ય છું.’ બધાં રોગોને ઉપશાંત કરું છું. તેણે દેવને કહ્યું – મારું ઉદર નીરોગી કર. દેવે કહ્યું – તને અસાધ્ય વ્યાધિ છે, જો તું મને જ વળગી રહીશ, ત્યારે તને નીરોગી કરી દઈશ. તે બોલ્યો – હું તમારી પાછળ ચાલીશ. તેની સાથે ગયો.
તેણે શસ્ત્રકોષકનો આશ્રય કર્યો. તેણે દેવમાયાથી ઘણો ભારિત કર્યો. વૈદ્યએ કહ્યું – જો દીક્ષા લઈશ, તો જ તને મુક્ત કરીશ. તે તેના ભારને કારણે અતીવ પરિતાપ પામતા વિચારે છે કે – મારે દીક્ષા લેવી એ જ શ્રેયસ્કર છે. તેણે કહ્યું કે – હું દીક્ષા લઈશ. દીક્ષા લીધી, દેવ ગયો. તેણે તુરંત દીક્ષા છોડી દીધી. તે દેવે અવધિજ્ઞાનથી જોઈને તેના શરીરમાં ફરી રોગ ઉત્પન્ન કરી દીધો. તે જ ઉપાયથી ફરી પણ પ્રવ્રજિત કર્યો. એ પ્રમાણે એક, બે, ત્રણ વખત તેણે દીક્ષા છોડી દીધી. પછી દેવે પણ તેની જ સાથે તૃણભાર લઈને સળગાવીને ગામમાં પ્રવેશે છે. દેવે કહ્યું – તું કેમ ક્રોધ-માન-માયા-લોભથી બળતાં ગૃહવાસમાં પ્રવેશે છે? તો પણ તે બોધ ન પામ્યો.
પછી બંને પણ ચાલ્યા. વિશેષ એ કે – દેવ અટવીમાં ઉત્પથથી ચાલ્યો. પુરોહીત પુત્રનો જીવ બોલ્યો – કેમ તું આ માર્ગને મૂકીને ચાલે છે? દેવે તેને કહ્યું – તું શા માટે મોક્ષપથને છોડીને સંસાર અટવીમાં પ્રવેશે છે? તો પણ તે બોધ ન પામ્યો. પછી કોઈ દેવકુળમાં વ્યંતર અર્ચિતથી નીચે પડે છે. તે બોલ્યો – અહો! વ્યંતર અધન્ય અને અપુણ્ય છે જે ઉપરી અર્ચિત કરીને નીચે પડે છે. તે દેવે તેને કહ્યું – અહો! તું પણ અધન્ય છે, જે ઉપર સ્થપાયેલ અને અર્ચનીય એવા સ્થાનમાં ફરી-ફરી દીક્ષા છોડે છે. પુરોહીત પુત્રના જીવે તેને પૂછ્યું – તું કોણ છે?
તે દેવે મૂકરૂપ દર્શાવ્યું. તેનો પૂર્વભવ કહ્યો. તેણે પૂછ્યું – તમે કહો છો, તેની શી ખાત્રી? હું દેવ હતો, ઈત્યાદિ. પછી તે દેવ તેને લઈને વૈતાઢ્ય પર્વતે ગયો. સિદ્ધાયતન કૂટે ગયો. ત્યાં તેણે પૂર્વ સંકેત કરેલો કે જો હું બોધ ન પામું તો મારા આ નામાંકિત કુંડલ યુગલને સિદ્ધાયતનની પુષ્કરિણીમાં દેખાડવા. તે દેવે તેને દેખાડ્યા. તેને કુંડલ જોઈને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી બોધ પામ્યો. પ્રવ્રજિત થયો. તેને સંયમમાં રતિ થઈ, પૂર્વે અરતિ હતી, પછી રતિ જન્મી. આ સંયમમાં અરતિનું કારણ સ્ત્રી વડે નિમંત્રિત થતાં તેણીનો અભિલાષ છે. તેથી હવે સ્ત્રી પરીષહ કહે છે–