Pramāṇa · Search · About · API

Uttarajjhayana 203

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 203

Language
Gujarati

203

વિવેચન–૬૭, ૬૮
એકલો જ અર્થાત્‌ રાગદ્વેષ રહિત, અપ્રતિબદ્ધ વિહારથી વિચરે અથવા સહાય રહિતતાથી તથાવિધ ગીતાર્થ. કહે છે કે – જો ગુણાધિક કે ગુણથી સમાનની નિપુણ સહાય ન મળે, તો પાપનું વર્જન કરતો અને કામમાં આસક્ત ન થતો એકલો વિચરે. લાઢ - પ્રાસુક અને એષણીય આહાર વડે કે સાધુ ગુણોથી આત્માનું યાપન કરે તે લાઢ, આ શબ્દ પ્રશંસાવાચી છે. તેથી એકલો, પ્રતિમા પ્રતિપન્ન આદિ એવો તે રાગાદિ રહિત વિચરે, ક્ષુધાદિ પરીષહોનો જય કરે, ગ્રામાદિમાં વિહરણ કરે. અહીં ગામ શબ્દ પૂર્વે કહ્યો છે, નગર - કર રહિત સંનિવેશ, નિગમ - વણિકોનો નિવાસ, રાજધાની - પ્રસિદ્ધ છે. ઉપલક્ષણથી મડંબ આદિ પણ લેવા. આના વડે આગ્રહનો અભાવ કહ્યો. ફરી તે કહે છે –
મુનિને ‘સમાન’ સાથે અર્થાત્‌ ગૃહસ્થને આશ્રીને મૂર્ચ્છિતપણા વડે અથવા અન્યતીર્થિકોમાં, અનિયત વિહાર હોવાથી તે અસમાન છે અથવા સમાન એટલે સાહંકાર, તેમ ન હોવાથી અસમાન, અથવા અસમાન એટલે નિવાસન વિદ્યમાન નથી તેવા. જ્યાં રહે ત્યાં પણ અસંનિહિત જ રહે. - X - એ પ્રમાણે મુનિ વિચરે. અપ્રતિબદ્ધ વિહારપણાથી યતિ વિચરે. એ કઈ રીતે? તે કહે છે – ગ્રામ આદિમાં મમત્વ બુદ્ધિરૂપ પરિગ્રહ ન કરે. કહે છે કે – ગામ, કુળ, નગર કે દેશમાં ક્યાંય કોઈ મમત્ત્વભાવ ન કરે. આ મમત્ત્વભાવ કઈ રીતે થાય? તે કહે છે – ગૃહસ્થ સાથે અસંબદ્ધ રહે. અનિકેત-જેને ઘર વિદ્યમાન નથી,તેવો થાય. બદ્ધઆસ્પદ ન થઈ, ચોતરફ વિચરે. ગૃહીસંપર્ક ન રાખે. તેમ કરતાં મમત્ત્વબુદ્ધિ થાય.
અહીં શિષ્યદ્વારને અનુસરતો ‘અસમાણ ચરે’ ઈત્યાદિ સૂત્ર સૂચિત ઉદાહરણ કહે છે –

Linked texts (2)