Uttarajjhayana 204
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 204
- Language
- Gujarati
204
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૦૬ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૦૬ + વિવેચન]
આ નિર્યુક્તિનો ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયાનુસાર વૃત્તિકાર કહે છે, તે આ –
કોલ્લકર નગરમાં સંગમ સ્થવિર આચાર્ય રહેતા હતા. દુકાળને લીધે તેમણે સાધુઓને વિસર્જિત કર્યા, તે નગરના નવ ભાગ કરીને પરીક્ષીણ જંઘાબળથી વિચરે છે. તેનાથી નગરદેવતા પણ ઉપશાંત થયેલો. તેમને દત્ત નામે શિષ્ય હતો. ઘણાં કાળ પછી પાછો આવ્યો. તે તેમના પ્રતિશ્રયમાં ન પ્રવેશ્યો. કેમકે આચાર્ય નિત્યવાસ રહેલ છે. ભિક્ષાવેળાએ ઔપગ્રહિક ચાલતા તે સંક્લેશ પામ્યો. કુંટ શ્રાદ્ધકુળો દર્શાવતો નથી. આચાર્ય તેને એક શ્રેષ્ઠીના કુળમાં લઈ ગયા. ત્યાં બાળક છ માસથી રડતો હતો. કેમકે રેવતિકા વડે ગૃહીત હતો. આચાર્યએ ચપટી વગાડી કહ્યું – રડ નહીં. તેમના પ્રભાવે વ્યંતરીએ તે બાળકને મુક્ત કર્યો. તે ગૃહસ્થોએ ખુશ થઈને ઈચ્છિત ગૌચરીથી પ્રતિલાભ્યા. તે સાધુને વિદાય આપી. આ કુળો છે, તે બતાવ્યા.
આચાર્યએ ઘણું ભ્રમણ કરીને પોતાના માટે અંતપ્રાંત દીક્ષા લીધી. ઉપાશ્રયે આવ્યા, ભોજન કર્યું. આવશ્યક વેળા આલોચનામાં આલોચના કરતાં કહ્યું – હે શિષ્ય! તેં ધાત્રીપિંડ ખાધેલ છે, તેની આલોચના કરો. તે સાધુને દ્વેષ થયો. ત્યાંથી નીકળી ગયો. અર્ધરાત્રિમાં વર્ષા અને અંધકાર વિકુર્વ્યા. સાધુ કંપવા લાગ્યો. આચાર્યએ કહ્યું – અહીં આવી જા. સાધુ બોલ્યો – અંધકાર છે. આચાર્યએ આંગળી દર્શાવી, તે પ્રજ્વલિત હતી. આવીને તેણે આલચોના કરી. આચાર્યએ પણ તેને નવ ભાગોનું કથન કર્યું.
જેમ મહાત્મા સંગમ સ્થવિર આચાર્યએ ચર્યા પરીષહ સહન કર્યો, તે પ્રમાણે બીજાઓએ પણ સહન કરવો. જે રીતે આ ગ્રામાદિમાં અપ્રતિબદ્ધ સહન કરે છે, એ પ્રમાણે નૈષેધિક પરીષહ પણ શરીરાદિમાં અપ્રતિબદ્ધ હોય તેણે સહન કરવો જોઈએ.