Uttarajjhayana 206
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 206
- Language
- Gujarati
206
વિવેચન–૬૯, ૭૦
મૃતકોનું શયન જેમાં થાય તે સ્મશાન. તેમાં શૂન્ય - જ્યાં કોઈ રહેતું ન હોય તેવું ગૃહ તે શૂન્યાગાર. વૃક્ષના અધો ભૂભાગમાં, એકલો કે પ્રતિમા સ્વીકારીને રહે તે એકગઃ અથવા એક પણ કર્મ સહિતતાના અભાવે મોક્ષે જાય, તેની પ્રાપ્તિને યોગ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્ત તે એકગઃ, અશિષ્ટ ચેષ્ટારહિત રહે. બીજા કોઈને ત્રાસ ન આપે. - X - સ્મશાનાદિમાં પણ એકલો, અનેક ભયો પ્રાપ્ત થવા છતાં પણ સ્વયં ડરે નહીં. સ્વયં પણ વિકૃત સ્વર કે મુખાદિ વિકારથી બીજાને ભય ન ઉપજાવે, અથવા કુંથુ આદિની વિરાધનાના ભયથી કર્મબંધ હેતુત્વથી કુત્સિત હાથ-પગ આદિ વડે સ્પંદન ન કરતો રહે, બીજાને ક્ષોભ પમાડે, જેથી અસંયમ ન થાય. ત્યાં રહેતા કદાચિત્ ઉપસર્ગ આવે તો જે કરે, તે કહે છે –
ત્યાં સ્મશાનાદિમાં રહેતા, સમીપતાથી સર્જાતા - તિર્યંચ નર કે દેવો વડે કર્મના વશથી આત્મા વડે કરાય તે ઉપસર્ગને અંતર્ભાવિત અર્થત્વથી ધારણ કરે. ઉત્કટપણે અત્યંત ઉત્સિક્ત શત્રુવત્ અભિમુખ કરે. - X - અથવા જે ઉપસર્ગો સંભવે, તેને ધારણ કરે - આ મને કે મારા ચિત્તને વળી શું ચલિત કરી શકશે? તેમ વિચારે. તેના વડે કરાતા અપકાર શંકાથી ત્રાસ ન પામે, ઉઠીને બીજે ન જાય. અર્થાત્ તે સ્થાન છોડીને બીજા કોઈ સ્થાને - જ્યાં બેસાય તે આસને ન જાય.
હવે અગ્નિદ્વારમાં ‘શંકાભીતો ન ગચ્છેજ્જ’ સૂત્ર અવયવના અર્થથી સ્પર્શતા ઉદાહરણને કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati