Pramāṇa · Search · About · API

Uttarajjhayana 207

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 207

Language
Gujarati

207

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૦૭ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૦૭ + વિવેચન]
આ નિર્યુક્તિનો ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયથી જાણવો. તે વૃત્તિકાર કહે છે –
હસ્તિનાપુર નગરમાં કુરુદત્તસુત નામે શ્રેષ્ઠીપુત્ર હતો. તેણે તથારૂપ સ્થવિરોની પાસે દીક્ષા લીધી. તેણે કોઈ દિવસે એકાકી વિહાર પ્રતિમા સ્વીકારી. સાકેત નગરની કંઈક નિકટ છેલ્લી પૌરુષી થઈ. ત્યાં જ ચાર રસ્તે પ્રતિમા ધ્યાને રહ્યા. તેમાં કોઈ એક ગામથી ગાયોનું હરણ કરીને લઈ જતાં હતાં. ત્યાં શોધ કરતાં હૃત ગવેષકો આવ્યા, તેટલામાં સાધુને જોયા. ત્યાં બે માર્ગો હતા. પછી તેઓ જાણતા ન હતા કે કયા માર્ગેથી ગાયો લઈ જવાઈ. તેઓએ સાધુને પૂછ્યું. ત્યારે તે સાધુએ ઉત્તર ન આપ્યો. તેઓએ રુષ્ટ થઈને સાધુના મસ્તકે માટીની પાળ બાંધી, તેમાં ચિતામાં રહેલ અંગારા લાવીને મસ્તકમાં ભર્યા. પછી ચાલ્યા ગયા. તે સાધુએ સમ્યક્‌ રીતે સહન કર્યું.
આ પ્રમાણે નૈષેધિકી પરીષહ સમ્યક્‌ પ્રકારે સહેવો. નૈષેધિકીથી સ્વાધ્યાયાદિ કરીને શય્યા પ્રતિ નિવર્તે, તેથી તે પરીષહને કહે છે–

Linked texts (1)