Pramāṇa · Search · About · API

Uttarajjhayana 209

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 209

Language
Gujarati

209

વિવેચન–૭૧, ૭૨
ઉચ્ચ - ઉર્ધ્વચિત્ત, ઉપલક્ષણથી ઉપલિપ્ત તલ આદિવાળી. અથવા શીત, આતપ નિવારકત્વાદિ ગુણો વડે બીજી શય્યા કરતા ઉચ્ચ, સુંદર. તેનાથી વિપરીત તે અવચા - ખરાબ અથવા વિવિધ પ્રકારની તે ઉચ્ચાવચ્ચા એવી વસતી વડે પ્રશસ્ત તપોયુક્ત. ભિક્ષુ, શીતાતપાદિ સહન કરવામાં સામર્થ્યવાન્‌ સ્વાધ્યાયાદિ વેળાને અતિક્રમીને, શીતાદિ વડે અભિભૂત થઈ બીજા સ્થાને ન જાય. અથવા અન્ય સમય અતિશાયિની મર્યાદા - સમતારૂપ ઉચ્ચ શય્યાને પામવા છતાં અહો! હું ભાગ્યવાન છું, જે આવી સર્વઋતુ સુખોત્પાદિની વસતી મળી અથવા અવય - ખરાબ શય્યા પામીને અહો! મારી ભંદભાગ્યતા, જે વસતીમાં શીતાદિ નિવારીકા પણ પ્રાપ્ત નથી. એ પ્રમાણે હર્ષ કે વિષાદથી મર્યાદા ન ઉલ્લંઘે. પાપદૃષ્ટિ હોય તે ઉલ્લંઘે.
તો પછી શું કરે? સ્ત્રી આદિ વિરહિતત્વથી વિવિક્ત કે અવ્યાબાધ ઉપાશ્રયને પામીને શોભન અથવા ધૂળના ઢગલાથી વ્યાપ્ત હોવાથી અશોભન હોય તો તે ઉમયમાં કંઈ સુખ કે દુઃખ ન પામે. પણ કલ્યાણક કે પાપક વસતી મને એક રાત્રિમાં શું કરી શકશે? તેમ વિચારે. અહીં શો અભિપ્રાય છે? કેટલાંક પૂર્વે સંચિત સુકૃતથી વિવિધ મણિકિરણના ઉદ્યોતયુક્ત, મહાધન સમૃદ્ધ! મહારજતથી યુક્ત ભિત્તિ, મણિનિર્મિત સ્તંભો ઈત્યાદિ યુક્ત વસતી મળે. બીજાને જીર્ણ વિશીર્ણ, ભગ્ન, કટક, ઠુંકા આદિથી સંવૃત્ત દ્વારોમાં તૃણ, કચરો, તુષ, ઉંદર, ઉકરડો, ધૂળ, રાખ, મૂત્ર, મળ આદિથી સંકીર્ણ, શ્વાન, નોળીયા, બિલાડાના મૂત્રાદની દુર્ગન્ધયુક્ત વસતી પ્રાપ્ત થાય.
મને આવી કે તેવી શય્યા મળવાથી શો હર્ષ કે વિષાદ કરવાનો હોય? મારે તો ધર્મના નિર્વાહ માટે વિવિક્તત્વ જ આશ્રયની અન્વેષણા કરવાની હોય. બીજાથી શું? આવા પ્રકારે કલ્યાણ કે પાપક આશ્રયમાં સુખ કે દુઃખને સહન કરે. પ્રતિમા કલ્પને આશ્રીને એક રાત્રિ અને સ્થવિરકલ્પને આશ્રીને કેટલીક રાત્રિએ - અહોરાત્ર જાણવા.
અહીં નિર્વેદ દ્વાર છે. અહીં ‘અદુવ પાવગં’ એ સૂત્ર અવયવ અર્થથી સ્પર્શનું ઉદાહરણ નિર્યુક્તિકાર કહે છે

Linked texts (2)