Uttarajjhayana 210
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 210
- Language
- Gujarati
210
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૦૮, ૧૦૯ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૦૮, ૧૦૯ + વિવેચન]
આ બંને નિર્યુક્તિનો ભાવાર્થ વૃત્તિકાર વૃદ્ધ સંપ્રદાયથી કહે છે –
કૌશાંબી નગરીમાં યજ્ઞદત્ત નામે બ્રાહ્મણ હતો. તેને બે પુત્રો હતા - સોમદત્ત અને સોમદેવ. તે બંને કામભોગથી નિર્વિર્ણ થઈને પ્રવ્રજિત થયા. સોમભૂત અણગારના શિષ્ય થયા. બંને બહુશ્રુત અને બહુઆગમ થયા. તે બંને કોઈ દિવસે સંજ્ઞાતપલ્લીમાં આવ્યા. તેમના માતા-પિતા ઉજ્જૈનીમાં ગયા. તે દેશમાં બ્રાહ્મણો વિકટ પાણી પીતા હતા. તેઓએ તેમાં અન્ય દ્રવ્ય મેળવીને બંનેને આપ્યું. કેટલાંક કહે છે – વિકટ જ અજાણતાં આપ્યું. તે બંનેએ પણ તેને વિશેષથી ન જાણતાં પીધું. પછી પીડાવા લાગ્યા. તે બંનેને થયું કે આપણે ખોટું કર્યું. આ પ્રમાદ છે. આપણે ભક્ત-પ્રત્યાખ્યાન કરવું જ શ્રેષ્ઠ છે. તે બંનેએ એક નદીના કાંઠે, તેના કાષ્ઠની ઉપર પાદપોપગત અનશને રહ્યા. ત્યાં અકાળે વર્ષા થઈ, પૂર આવ્યું. જળ વડે વહન કરાતા સમુદ્રમાં લઈ જવાયા. તે બંનેએ તેને સમ્યક્તયા સહન કર્યું. આયુષ્ય હતું તે પાળીને શય્યા પરીષહ સહન કર્યો. આ પ્રમાણે સમ કે વિષમ શય્યાને સહન કરવી.
શય્યામાં રહેલને તે ઉપદ્રવ પરત્વે ઉદાસીન રહેવા છતાં તે શય્યાતર કે બીજા દ્વારા ક્યારેક આક્રોશ પરીષહ સહન કરવો પડે છે. તે કહે છે –