Uttarajjhayana 22
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 22
- Language
- Gujarati
22
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૧ + વિવેચન [૧/નિર્યુક્તિ-૩૧ + વિવેચન]
સંયુક્તક સંયોગ - અનંતર નિર્યુક્તિમાં બતાવેલ છે. દ્રવ્યોનો સચિત્ત, અચિત્ત અને મિશ્રનો થાય છે. તેનું ઉદાહરણ કહે છે – વૃક્ષ, અણુ, સુવર્ણાદિ અર્થાત્ સચિત્ત દ્રવ્યાદિ તે વૃક્ષાદિ, સચિત્ત દ્રવ્યાદિ અણુ આદિ, મિશ્રદ્રવ્ય તે સુવર્ણાદિ લેવા. અહીં અણુ આદિ, સુવર્ણ આદિનું ઉદાહરણ બંને અચિત્ત દ્રવ્યોની સચિત્ત મિશ્ર દ્રવ્યની અપેક્ષાથી વધારાપણું જણાવવાને માટે છે, આ વધારાપણું જીવથી પુદ્ગલોના અનંતગુણત્વ થી કહેલ છે. આના વડે સચિત્તાદિ સંયોગદ્રવ્યના ત્રૈવિધ્યથી સંયુક્ત સંયોગનું ત્રૈવિધ્ય કહેલ છે. તેમાં વૃક્ષાદિનું સચિત્ત સંયુક્ત દ્રવ્ય સંયોગના વિવરણને માટે કહે છે –