Uttarajjhayana 212
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 212
- Language
- Gujarati
212
વિવેચન–૭૩, ૭૪
આક્રોશ - તિરસ્કાર કરે, કોણ? ધર્મની અપેક્ષાએ ધર્મબાહ્ય કે આત્મ વ્યતિરિક્ત. કોને? સાધુને. જેમકે – હે મુંડ! તને ધિક્કાર છે. તું અહીં કેમ આવેલો છે? તે વચનથી વિપરીત ભાવ ન પામે કે સામો આક્રોશ કરીને સળગે નહીં. તેની નિર્યતના અર્થે દેહ-દાહ લૌહિત્ય પ્રતિ આક્રોશના અભિઘાતાદિ વડે અગ્નિવત્ દીપ્ત ન થાય. સંજ્વલન કોપ પણ ન કરે. અહીં શું ઉપદેશ કરે છે, તે કહે છે – સંજ્વલનથી અજ્ઞાની સમાન થાય.
જેમ કોઈ ક્ષપક - તપસ્વી, તેના ગુણને કારણે દેવતા આવર્જિત થતાં સતત વંદન પામતો હતો. દેવતા કહેતા કે મને કાર્ય જણાવો. કોઈ દિવસે એક બ્રાહ્મણ સાથે યુદ્ધ થયું. તેણે બળથી ક્ષુત્ક્ષામ શરીરી સાધુને જમીન ઉપર પાડી દીધા. રાત્રિના દેવતા વંદનાર્થે આવ્યા. ક્ષપક મૌન રહ્યો. ત્યારે તે દેવતાએ પૂછ્યું – ભગવન્! મારો શો અપરાધ છે? મુનિએ કહ્યું, તેં મારા અપકારી તે દુરાત્માને કંઈ ન કર્યું. દેવીએ કહ્યું કે ત્યારે મને આમાં શ્રમણ કોણ છે? અને બ્રાહ્મણ કોણ છે? એવો તફાવત ન દેખાયો. કોપના આવેશથી તો બંને સમાન લાગતા હતા. એ રીતે ક્ષપકને પ્રેરણા મળી. આ રીતે તે ભિક્ષુની જેમ સંજ્વલિત ન થવું.
તો શું કરવું? કર્કશ વાણી સાંભળીને મંદસત્ત્વ વાળાને સંયમ વિષયમાં ધૃતિ રહેતી નથી, તે દારુણા. ઈન્દ્રિયગ્રામ, તેના કાંટા જેવા ગ્રામ કંટક - પ્રતિકૂળ શબ્દાદિ, કંટકત્વ - આ દુઃખોત્પાદકત્વથી અને મુક્તિમાર્ગ પ્રવૃત્તિમાં વિઘ્ન હેતુપણાથી, તેના એકદેશત્વથી કઠોર ભાષા પણ તે પ્રમાણે કહી છે. તૂષ્ણીશીલ - કોપથી પ્રતિ પરુષભાવી ન બને, આ પ્રમાણે ગ્રામકંટક અને આક્રોશ પ્રહારને સહન કરે. એ પ્રમાણે ભાવના કરતા કઠોર ભાષા બોલનારની ઉપેક્ષા કરે. તે બોલનાર પ્રત્યે મનમાં પણ દ્વેષ ન કરે.
હવે મુદ્ગર દ્વારની વ્યાખ્યા કરવા ઉદાહરણ કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati