Uttarajjhayana 213
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 213
- Language
- Gujarati
213
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૧૦ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૧૦ + વિવેચન]
આ નિર્યુક્તિનો ભાવાર્થ વૃત્તિકાર સંપ્રદાયથી આ પ્રમાણે જણાવે છે –
રાજગૃહ નગરે અર્જુન નામે માળી હતો. તેને સ્કંદશ્રી નામે પત્ની હતી. તે રાજગૃહ નગરની બહાર મુદ્ગરપાણી નામે યક્ષ હતો, તે અર્જુનનો કુળદેવતા હતો. તે માળીના બગીચાના માર્ગમાં યક્ષ હતો. કોઈ દિવસે સ્કંદશ્રી ભોજન લઈને તેના પતિને દેવા ગઈ. અગ્ર પુષ્પો લઈને ઘેર જતી હતી. ત્યારે તે મુદ્ગરપાણી યક્ષ ગૃહમાં રહેલ દુર્લલિતા ગોષ્ઠીના છ જણાએ જોઈ. તેઓ બોલ્યા કે આ અર્જુન માળીની પત્ની અપ્રતિરૂપ છે, આને પકડી લો. તેઓ વડે સ્કંદશ્રીને પકડી લેવાઈ. છએ જણાએ તે યક્ષની સન્મુખ ભોગો ભોગવ્યા. તે માળી પણ નિત્યકાળે જ ત્યાં આગળ સુંદર પુષ્પો વડે યક્ષને પૂજતો હતો. તે પૂજા કરવાની ઈચ્છાથી ત્યાં આવે છે.
સ્કંદશ્રીએ કહ્યું – આ માળી આવે છે, તો તમે મને કઈ રીતે વિસર્જિત કરશો? તેઓએ જાણ્યું કે – આ સ્ત્રીને પણ ભોગો ગમે છે. એ જણાએ કહ્યું - માલાકારને બાંધી લઈશું. તેઓએ અવકોટક બંધનથી અર્જુનને બાંધ્યો. યક્ષની આગળ તેને બાંધીને ત્યાં જ તેની પત્નીને ભોગવે છે. સ્કંદશ્રી તેના પીતની મોહોત્પાદક સ્ત્રી શબ્દો કહે છે. પછી તે માળી વિચારે છે કે – હું આ યક્ષને નિત્યકાળ જ શ્રેષ્ઠ અગ્ર પુષ્પો વડે અર્ચના કરું છું. તો પણ હું તેની આગળ આ પ્રમાણે જ દુઃખી થાઉં છું. જો અહીં કોઈ યક્ષ હોત તો હું આવો દુઃખી ન થાત. આ કાષ્ઠ જ છે, અહીં કોઈ મુદ્ગરપાણી યક્ષ નથી.
ત્યારે તે યક્ષે અનુકંપા કરતા માળીના શરીરમાં પ્રવેશ કર્યો. તડ-તડ કરતાં બંધનો છેદીને લોઢાનો સહસ્રપલ નિષ્પન્ન મુદ્ગર લઈને અન્યાવિષ્ટ થઈને તે છએ પુરુષ અને સાતમી સ્ત્રી એ સાતેને મારી નાંખ્યા. એ પ્રમાણે રોજે-રોજ છ પુરુષ અને એક સ્ત્રી એ સાતેનો ઘાત કરતો રહે છે. રાજગૃહ નગરથી લોકો પણ ત્યાં સુધી ન નીકળતા, જ્યાં સુધી તે સાતેનો ઘાત ન કરી દે.
તે કાળે, તે સમયે ભગવન્ મહાવીર પધાર્યા. યાવત્ સુદર્શન શ્રેષ્ઠી વંદનાર્થે નીકળ્યો. અર્જુને તેને જોયો. સુદર્શન સાગાર અભિગ્રહ કરીને રહ્યો. અર્જુન, તેની ઉપર આક્રમણ કરી શકતો નથી. તેની ફરતે ભમતાં-ભમતાં થાકી ગયો. અર્જુન સુદર્શનને અનિમેષ દૃષ્ટિથી અવલોકે છે. યક્ષ પણ મુદ્ગર લઈને ચાલ્યો ગયો. અર્જુન પડી ગયો. ઊભો થઈને પૂછે છે – તું ક્યાં જાય છે? સુદર્શને કહ્યું – ભગવંતને વંદનાર્થે જઉં છું. તે પણ સાથે ગયો. ધર્મ સાંભળીને દીક્ષા લીધી.
રાજગૃહમાં ભિક્ષાર્થે નીકળતા, આ અમારા સ્વજનનો મારક છે એ પ્રમાણે લોકો આક્રોશ કરે છે. વિવિધ આક્રોશને તે સમ્યક્ સહન કરે છે. તે સહન કરતાં તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ પ્રમાણે બીજા સાધુઓએ પણ આક્રોશ પરીષહ સહન કરવો જોઈએ. ક્યારેક કોઈ આક્રોશ માત્રથી સંતુષ્ટ ન થઈને અધમાધમ તે વધ પણ કરે, તેથી વધ પરીષહ કહે છે –