Pramāṇa · Search · About · API

Uttarajjhayana 215

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 215

Language
Gujarati

215

વિવેચન–૭૫, ૭૬
લાકડી વડે તાડિત કરાવા છતાં મુનિ કાયા વડે કંપન, પ્રતિહનન આદિ વડે, વચનથી પ્રતિ આક્રોશ દાનાદિથી પોતાને ગાઢ બળતો ન દેખાડે. (બાળે નહીં), મનમાં પણ પ્રદ્વેષ ન કરે - કોપથી ચિત્તને વિકૃત ન કરે, પણ તિતિક્ષા - ક્ષમાને ધારણ કરે. ક્ષમાને ધર્મસાધન પ્રતિ પ્રકર્ષવતી જાણીને યતિધર્મમાં અથવા ક્ષાંતિ આદિ ભિક્ષુ ધર્મના વસ્તુ સ્વરૂપને ચિંતવે. જેમકે – મુનિ ધર્મ ક્ષમામૂલ જ છે. આ જે નિમિત્તે કર્મો સંચિત કર્યા છે, તેનો જ આ દોષ છે. તેના પ્રતિ કોપ ન કરવો. આને જ બીજા પ્રકારે કહે છે –
સમણ - શ્રમણ કે સમમનસ્‌ - તથાવિધ વધમાં પણ ધર્મ પ્રત્યે પ્રકૃષ્ટ ચિત્તવાળા રહે. શ્રમણ તો શાક્યાદિને પણ કહે છે, તેથી જણાવે છે – સંયત - પૃથ્વી આદિની હિંસાથી નિવૃત્ત. તે પણ કદાચ લાભાદિ નિમિત્તે બાહ્યવૃત્તિથી જ સંભવે, તેથી કહે છે – ઈન્દ્રિય અને મનના દમનથી દાંત. તેમને કોઈ પણ તેવો અનાર્ય ગ્રામાદિમાં તાડન કરે. ત્યાં શું કરવું? તે કહે છે – આત્માના ઉપયોગ રૂપનો નાશ - અભાવ થતો નથી. તેના પર્યાય વિનાશરૂપપણાથી ત્યાં-ત્યાં હિંસાને પણ કહી છે, તેથી તેને ઘાતકરૂપે ન જુએ. પરંતુ શત્રુનો જય કરવામાં આ સહાયક છે, એવી બુદ્ધિથી સાધુવત્‌ જ જુએ છે.
તો શું ફરી અપકારને માટે ઉપસ્થિત થાય કે સંક્લેશ પામે? અસાધુ જ છતી શક્તિએ પ્રતિ અપકારને માટે ઉપસ્થિત થાય અને શક્તિ ન હોય તો વિકૃત દૃષ્ટિથી જુએ અથવા સંક્લેશ કરે. - X - X - અસાધુતાનો વિચાર પણ ન કરે - તેની ઉપર દ્રોહ સ્વભાવ ધારણ ન કરે.
હવે વણ એ દ્વાર છે. તેમાં ‘હતો ન સંજ્વલેદિ’ આદિ સૂત્ર અર્થથી સ્પર્શના ઉદાહરણ કહે છે –

Linked texts (2)