Pramāṇa · Search · About · API

Uttarajjhayana 216

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 216

Language
Gujarati

216

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૧૧ થી ૧૧૩ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૧૧ થી ૧૧૩ + વિવેચન]
આ ત્રણે નિર્યુક્તિનો અક્ષરાર્થ બતાવીને વૃત્તિકાર આગળ કહે છે કે – ભાવાર્થ તો સંપ્રદાયથી જાણવો, તે આ પ્રમાણે છે –
શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજા, ધારિણી રાણી હતી. તેનો પુત્ર સ્કંદક નામે કુમાર હતો. તેની પુરંદરયશા નામે બહેન હતી. તે કુંભકારકટ નગરમાં દંડકી નામે રાજા હતો. તેની સાથે પુરંદરયશાને પરણાવી. તે દંડકી રાજાને પાલક નામે બ્રાહ્મણ પુરોહીત હતો.
કોઈ દિવસે શ્રાવસ્તીમાં મુનિસુવ્રત સ્વામી તીર્થંકર પધાર્યા, પર્ષદા નીકળી, સ્કંદક(ખંધક) પણ નીકળ્યો. ધર્મ સાંભળીને તે શ્રાવક થયો.
કોઈ દિવસે તે પાલક બ્રાહ્મણ દૂતપણાને કારણે શ્રાવસ્તી આવ્યો. સભા મધ્યે સાધુના અવર્ણવાદ કરતા પાલકને ખંધકે અનુત્તર વડે માર્ગણા કરતા પાલકને પ્રદ્વેષ થયો. ત્યારથી ખંધકના છિદ્રો જાસૂસ પુરુષો વડે માર્ગણા કરતો વિચરે છે.
તેટલામાં ખંધકે ૫૦૦ લોકો સાથે મુનિ સુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી. ખંધકમુનિ બહુશ્રુત થયા. તે ૫૦૦ ને તેના શિષ્યરૂપે અનુજ્ઞા આપી.
કોઈ દિવસે ખંધક ઋષિએ ભગવંતને પૂછ્યું – હું બહેનની પાસે જાઉં છું. ભગવંતે કહ્યું – મારણાંતિક ઉપસર્ગ થશે. ખંધક મુનિએ પૂછ્યું કે, હું આરાધક થઈશ કે વિરાધક? ભગવંતે કહ્યું – તને છોડીને બાકીના બધાં આરાધક થશે. ખંધક ઋષિએ કહ્યું, સુંદર, જો આટલાં બધાં આરાધક થાય. તેઓ કુંભકારકટ નગરે ગયા. તેઓ જે ઉદ્યાનમાં રહેલા, ત્યાં પાલકે આયુધોને ગોપાવી દીધા. પછી રાજાને વ્યુદ્ગ્રાહિત કર્યા કે - આ કુમાર પરીષહથી પરાજિત થઈને, આ ઉપાયથી આપને મારીને રાજ્યને ગ્રહણ કરશે. જો આપને વિશ્વાસ ન હોય તો ઉદ્યાનમાં જઈને જુઓ. આયુધો ગોપવેલ હતા, તે બતાવ્યા.
તે સાધુઓને બાંધીને તે જ પુરોહીતને સોંપી દીધા. તે બધાંને એક પુરુષયંત્ર-ઘાણીમાં નાંખીને પીલી નાંખ્યા. તે બધાંએ સમ્યક્‌ રીતે તે વેદનાને સહન કરી. તેઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને સિદ્ધ થયા.
ખંધક પણ પડખે લઈ જવાયો. લોહીના છાંટા ઉડતા અને મરતા બધાંની પાછળ યંત્રમાં પીલાતા તેઓ નિયાણું કરીને અગ્નિકુમારમાં ઉપજ્યા.
ત્યારપછી તેના રજોહરણને લોહીથી લિપ્તને પુરુષનો હાથ છે, તેમ સમજીને ગીધે ગ્રહણ કર્યું. પછી પુરંદરયશા આગળ પાડ્યું. તેણી પણ તે દિવસે ખેદ કરે છે કે – સાધુઓ દેખાતા નથી. રજોહરણને પુરંદરયશાએ જોયું. કંબલ - (રજોહરણ)ને ઓળખ્યું. તે તેણીએ જ ખંધક ઋષિને આપેલ. તેણીએ જોયું કે તેણીના ભાઈમુનિને મારી નંખાયા છે. તેણીએ રાજાની ખિંસા કરતા કહ્યું – હે રાજા! પાપ થયું, આ વિનષ્ટ થયા. તેણીએ વિચાર્યું કે – હું દીક્ષા લઈ લઉં. દેવ તેને મુનિસુવ્રત સ્વામી પાસે લઈ ગયા.
તે ખંધક દેવે પણ નગરને બાળી નાંખ્યું. લોકો ચાલ્યા ગયા. આજે પણ તે દંડકારણ્ય કહેવાય છે. અરણ્યને વન કહેવાય છે, તેથી દ્વાર-ગાથામાં ‘વન’ કહેલ છે. અહીં તે સાધુઓ વડે જે રીતે વધપરીષહ સમ્યક્‌તયા સહન કરાયો, તે પ્રમાણે સાધુએ સહન કરવો. ખંધકની જેમ અસહનકર્તા ન થવું. બીજા વડે અભિહત થયેલા સાધુને તથાવિધ ઔષધાદિ અને ગ્રાસાદિ સદા ઉપયોગી થાય, તે સાધુએ યાચવા જોઈએ, તેથી યાચના પરીષહ–

Linked texts (1)