Pramāṇa · Search · About · API

Uttarajjhayana 218

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 218

Language
Gujarati

218

વિવેચન–૭૭, ૭૮
દુઃખેથી કરાય તે દુષ્કર-દુરનુષ્ઠાન, ખલુ વિશેષણ, નિરુપકારી એ વિશેષનું દ્યોતક છે. નિત્ય - સર્વકાળ, યાવજ્જીવ. તેમને શું દુષ્કર છે? આહાર, ઉપકરણાદિ યાચવાથી મળે છે. દાંત-ખોતરણી પણ અયાચિત ન હોય. તેથી બધી વસ્તુની યાચના કરવી, વિશેષથી દુષ્કર છે.
ગાયની જેમ ચરવું, તે ગોચર. જેમ આ પરિચિત કે અપરિચિત વિશેષને છોડીને જ પ્રવર્તે છે, તેમ સાધુ પણ ભિક્ષાર્થે, તેમાં પ્રધાન આ એષણાયુક્ત ગ્રહણ કરે છે, પણ ગાયની જેમ ગમે તે નહીં. તેમાં પ્રવિષ્ટને ગોચરાગ્ર પ્રવિષ્ટને હાથ સુખેથી પ્રસારવો (શા માટે?) આહારાદિ ગ્રહણને માટે તે સુપ્રચારક, કઈ રીતે નિરૂપકારી વડે બીજાને પ્રતિદિન ખુશ કરવા શક્ય છે? એ કારણે ગાર્હ્યસ્થ્ય અતિ પ્રશસ્ય છે. તેમાં કંઈ માંગવું ન પડે અને પોતાના હાથે કમાઈને દિન આદિના સંવિભાગ કરીને ખવાય છે. આ પ્રમાણે ભિક્ષુ ન વિચારે. કેમકે ગૃહવાસ બહુ સાવદ્ય છે, નિરવદ્ય વૃત્તિને માટે તેનો પરિત્યાગ કરવો. તે માટે સ્વયં ન રાંધતા ગૃહસ્થ પાસે યાચના કરવી.
હવે રામદ્વાર, તેમાં ‘દુક્કરં ખલુ ભો! ણિચ્ચં’ એ સૂત્રને અર્થથી સ્પર્શતા ઉદાહરણને કહે છે –

Linked texts (2)