Pramāṇa · Search · About · API

Uttarajjhayana 219

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 219

Language
Gujarati

219

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૧૪/૧ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૧૪/૧ + વિવેચન]
યાચના પરીષહમાં અહીં બલદેવનું ઉદાહરણ આ પ્રમાણે છે –
જ્યારે તે વાસુદેવના શબને વહન કરતા હતા, ત્યારે સિદ્ધાર્થ વડે પ્રતિબોધ થયા. કૃષ્ણના શરીર સંસ્કાર કરીને, કૃતસામાયિક થઈને સાધુવેશને સ્વીકારીને, ઊંચા શિખરે તપ તપતા, માન વડે - ક્યાં નોકરોનો ભિક્ષાર્થે આશ્રય કરવો? તેથી કઠિયારા આદિ પાસેથી ભિક્ષા ગ્રહણ કરે છે. પણ ગામ કે નગરનો આશ્રય કરતા નથી. તેણે યાચના પરીષહને સહન ન કર્યો. એ પ્રમાણે ન કરવું. બીજા કહે છે – બળદેવને ભિક્ષાર્થે ભમતા, ઘણાં લોકો તેના રૂપથી આક્ષિપ્ત થઈ, બીજું કંઈ ન કરતાં તેનામાં જ ચિત્ત રાખીને રહેતા હતા. તેથી તેઓ ગ્રામાદિમાં જતાં ન હતા. યથા આવેલ પથિક આદિ પાસેથી ભિક્ષાને યાચે છે. આ યાચના પરીષહ પ્રશસ્ત છે.
આ પ્રમાણે બાકીના સાધુઓએ યાચના પરીષહ સહન કરવો. યાચનામાં પ્રવૃત્તને ક્યારેય લાભાંતરાયના દોષથી ન પણ મળે. તેથી અલાભ પરીષહ કહે છે –

Linked texts (1)