Uttarajjhayana 23
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 23
- Language
- Gujarati
23
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૨ + વિવેચન [૧/નિર્યુક્તિ-૩૨ + વિવેચન]
મૂલ - સ્વ અવયવ વડે નીચે પ્રસરેલ, કંદ - તે જ મૂળ અને સ્કંધના અંતરાલવર્તી, સ્કંધ-થડ, ત્વચા-ચામડીરૂપ, છાલ. સાલ-શાખા, પ્રવાલ-પલ્લવ, પત્ર-પાન, ફળ-પુષ્પ અને બીજો વડે સંબંધ છે તેથી વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ આદિનો સંયુક્તક સંયોગ છે. તેજ પહેલાં ઉગતાં અંકુરા રૂપે પૃથ્વી સાથે સંયુક્ત જ મૂળ વડે જોડાય છે, પછી મૂળથી સંયુક્તક જ કંદથી છે, કંદસંયુક્ત જ સ્કંધથી છે. એ પ્રમાણે છાલ, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજો વડે પૂર્વ સંયુક્ત જ ઉત્તરોત્તરથી સંયોજાય છે, એમ ભાવના કરવી. એ પ્રમાણે ધર્મ અને ધર્મી વચ્ચે કથંચિત્ અનન્યત્વથી આ પ્રમાણે કહેલ છે, તેથી દોષરહિત છે. એ પ્રમાણે ઉત્તરભેદો પણ જાણવા.
હવે અણુ આદિ અચિત્ત સંયુક્ત દ્રવ્ય સંયોગ કહે છે –