Pramāṇa · Search · About · API

Uttarajjhayana 221

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 221

Language
Gujarati

221

વિવેચન–૭૯, ૮૦
ગૃહસ્થોમાં કવલ (ભોજન), આના વડે મધુકરવૃત્તિ કહી. તેની ગવેષણા કરે. જે ખવાય તે ભોજન - ઓદન આદિ, તે તૈયાર થઈ ગયું હોય. કેમકે વહેલા જવાથી સાધુ માટે જ રાંધવા આદિની પ્રવૃત્તિ થાય. તેવું ભોજન ગૃહસ્થો પાસેથી પ્રાપ્ત થાય કે ન થાય તો પણ સંયત અનુતાપ ન કરે. જેમકે – અહો! મારી અધન્યતા જુઓ, કે જે મને કંઈ નથી મળતું. અથવા મળી જાય તો, ‘હું લબ્ધિમાન છું’ એવો હર્ષ ન કરે. અથવા ઓછું મળે કે અનિષ્ટ મળે તો પણ આવો અનુતાપ સંભવે છે. (તે ન કરે.)
કયા આલંબનને અવલંબીને અનુતાપ કરે, તે કહે છે – ભલે, આજે મને મળેલ નથી, આવી લાભ પ્રાપ્તિ આગામી દિવસે પણ સંભવે છે. - X - ઉક્ત પ્રકારે અદીન મનથી પ્રતિસમીક્ષા કરે, અલાભને આશ્રીને આલોચના કરે. પણ અલાભ પરીષહથી અભિભૂત ન થાય. અહીં લૌકીક દૃષ્ટાંત છે.
વાસુદેવ, બલદેવ, સત્યક અને દારુક અશ્વો વડે અટવીમાં અપહરાયા, વડના ઝાડની નીચે રાત્રિના વાસ કર્યો. ચારે પ્રહરના જાગવાના ભાગ કર્યા. દારુકનો પહેલો પ્રહર હતો. ક્રોધ પિશાચરૂપ કરીને આવ્યો અને દારુકને કહે છે – હું આહારને માટે આવેલ છું. આ સૂતેલાને ખાઈ જઈશ, અથવા મારી સાથે યુદ્ધ કર. દારુક તેની સાથે યુદ્ધ કરવા લાગ્યો. દારુકને પિશાચને જેમ-જેમ હણવાને સમર્થ ન થયો તેમ-તેમ રોષે ભરાવા લાગ્યો. જેમ-જેમ રોષિત થતો ગયો તેમ-તેમ તે ક્રોધ વધવા લાગ્યો. એ પ્રમાણે તે દારુકે કૃચ્છ્રપ્રાણ થઈ, તે પ્રહરને વહન કર્યો.
પછી સત્યકને ઉઠાડે છે. સત્યક પણ તે પ્રમાણે જ પિશાચ વડે કૃચ્છ્રપ્રાણ કરાયો. ત્રીજા પ્રહરે બલદેવ ઉઠે છે, એ પ્રમાણે બલદેવ પણ કરાયો. ચોથા પ્રહરમાં વાસુદેવ ઉઠે છે, વાસુદેવને તે પિશાચે તે પ્રમાણે જ કહ્યું. વાસુદેવે કહ્યું – મને જીત્યા વિના કઈ રીતે મારા સહાયકોને ખાઈશ? યુદ્ધ થયું. જેમ-જેમ યુદ્ધ ચાલતું ગયું તેમ-તેમ વાસુદેવ ‘અહો! આ મલ્લ તો ઘણો બળવાન છે’ તેમ સંતોષ પામવા લાગ્યા. વાસુદેવે તેને પકડીને જંઘાથી પછાડ્યો. પ્રભાતે તેને ભાંગેલા ઘૂંટણ આદિ વડે જુએ છે. કોણે કર્યું? પૂછતાં વાસુદેવે કહ્યું – તે આ ક્રોધ, પિશાચરૂપધારી છે, જેને મેં પ્રશાંતપણે જિતેલ છે. - X -
હવે ‘પુર’ એ દ્વાર છે. ‘પુરા’ એટલે પૂર્વકાળમાં કરેલાં કર્મ. તેમાં ‘નાણુતપ્પેજ્જ સંજએ’ એ સૂત્ર અવયવને અર્થની સ્પર્શતું દૃષ્ટાંત–

Linked texts (2)