Pramāṇa · Search · About · API

Uttarajjhayana 222

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 222

Language
Gujarati

222

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૧૪/૨ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૧૪/૨ + વિવેચન]
આ નિર્યુક્તિનો ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયથી વૃત્તિકારશ્રી આ પ્રમાણે કહે છે –
એક ગામમાં એક પારાશર (ખેડૂત) હતો, ત્યાં બીજા પણ પારાશરો હતા. તે કૃષિમાં કુશલ હતો અથવા શરીરથી કૃશ હતો. તેથી કૃષિ પારાશર અથવા કૃષ પારાશર કહેવાતો. તે-તે ગામમાં નિયુક્ત રાજકુલિક ચારનું વહન કરતો હતો. તે ગાય આદિ દિવસમાં છાયાર્થી ભોજન વેળાની રાહ જોતાં. પછી તેમના ભોજન પણ લવાતા અને ભોજનની ઈચ્છાવાળા તેમને કહેતો કે એકૈક ચાસ ખેડી લો. પછી ભોજન કરજો. તે ૬૦૦ હાલિક વડે પણ ઘણાં હળનું વહન કરાવતો. તેના કારણે ઘણાં અંતરાય કર્મો બાંધ્યા. મરીને સંસારમાં ભટકીને બીજા કોઈ સુકૃત વિશેષથી વાસુદેવ કૃષ્ણનો પુત્ર ‘ઢંઢ’ નામે થયો.
ઢંઢકુમારે અરિષ્ટનેમી પાસે દીક્ષા લીધી. અંતરાય કર્મ ઉદયમાં આવ્યું. દ્વારિકામાં ભ્રમણ કરવા છતાં આહાર પ્રાપ્ત થતો ન હતો. કદાચ ક્યારેક મળે તો પણ જેવો-તેવો. તેણે ભગવંતને પૂછ્યું. ભગવંતે તેના પૂર્વભવની વાત કરી. પછી તેણે અભિગ્રહ લીધો. બીજાના નિમિત્તે લાભ મળે તો ગ્રહણ ન કરવું. કોઈ દિવસે વાસુદેવ કૃષ્ણએ ભગવંતને પૂછ્યું – આ ૧૮,૦૦૦ સાધુ ભગવંતોમાં કોણ દુષ્કરકારક છે? ભગવંતે કહ્યું – ઢંઢણ અણગાર. પછી તેના અલાભ પરીષહની વાત કહી. કૃષ્ણએ પૂછ્યું – તે કયા છે? ભગવંતે કહ્યું – નગરીમાં પ્રવેશતા તું જેને જોઈશ. કૃષ્ણએ તેને જોઈને, હાથીના સ્ધંક ઉપરથી ઉતરીને તેમને વંદના કરી.
તે વખતે કોઈ શ્રેષ્ઠીએ આ દૃશ્ય જોયું. તેણે વિચાર્યું કે આ કોઈ મહાત્મા લાગે છે. જેથી વાસુદેવે તેને વંદના કરી. ઢંઢણ મુનિ તેમના જ ઘેર આહારાર્થે પ્રવેશ્યા. શ્રેષ્ઠીએ પરમ શ્રદ્ધાથી લાડવા વડે પ્રતિલાભિત કર્યા. તેણે આવીને ભગવંતને ગૌચરી બતાવી, પછી પૂછ્યું કે શું મારો અલાભ પરીષહ ક્ષય પામ્યો? ભગવંતે કહ્યું કે – ક્ષય પામ્યો નથી, આ વાસુદેવના નિમિત્તે મળેલ લાભ છે. તેણે પરલાભથી આજીવિકા ન કરવી. એમ વિચારી અમૂર્ચ્છિતપણે તે લાડવાઓનું પારિષ્ઠાપન કર્યું, તેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
આ પ્રમાણે ઢંઢણ મુનિની માફક અલાભ પરીષહને સહન કરવો.
અલાભથી અંતપ્રાંત આહાર વડે કદાચિત્‌ રોગ ઉત્પન્ન થઈ શકે. તેથી રોગ પરીષહને અહીં કહે છે –

Linked texts (1)