Uttarajjhayana 224
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 224
- Language
- Gujarati
224
વિવેચન–૮૧, ૮૨
દુઃખે છે કે દુઃખ અર્થાત્ જ્વરાદિ રોગ, ઉત્પન્ન થયો જાણીને, તેના અનુભવરૂપ વેદનાથી પીડિત કરાય તે દુઃખાર્ત્તિત, તેવો થાય તો પણ અદીન મનથી, ‘સ્વકર્મનું જ આ ફળ છે’ એ પ્રમાણે તત્ત્વબુદ્ધિથી પોતાની પ્રજ્ઞાને સ્થિર કરે. અથવા પુષ્ટ વ્યાધિ વડે દીનતા લાવ્યા વિના તે રોગોના ઉત્પાતને, રોગજનિત દુઃખને સહન કરે. તો શું ચિકિત્સા વડે રોગને ન નિવારે?
રોગ પ્રતિકારરૂપ ચિકિત્સાને અનુમતિ ન આપે. અનુમતિના નિષેધથી કરણ અને કરાવણનો તો પ્રશ્ન જ નથી. સ્વકર્મ ફળ આ ભોગવાય છે, એમ વિચારીને સમાધિથી રહે, પણ કૂજન કે કચકચ આદિ ન કરે. ચારિત્ર-આત્માની માર્ગણા કરે. આ મારું કઈ રીતે થાય? એ પ્રમાણે આત્મ-ગવેષણા કરે. તેથી જે કારણે આ શ્રમણનો શ્રમણભાવ છે, તેથી તે ચિકિત્સા ન કરે, ન કરાવે, ઉપલક્ષણત્વથી ન અનુમોદે. આ કથન જિનકલ્પિકાદિની અપેક્ષાએ છે. સ્થવિરકલ્પ અપેક્ષાથી ‘જંનકુજ્જા’ ઈત્યાદિ શ્રામણ્ય છે. પ્રાયઃ ચિકિત્સા સાવદ્ય છે, તેથી તેની અનુમોદના ન કરવી. આ પણ ઉત્સર્ગ માર્ગે કહ્યું. અપવાદથી સાવદ્ય છતાં પણ આની અનુમતિ છે જ.
આ ‘ભિક્ષા’ દ્વાર છે, તેમાં ‘ચિકિત્સાને અનુમોદવી નહીં.’ આ સૂત્ર અવયવને અર્થથી સ્પર્શતા ઉદાહરણને કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati