Uttarajjhayana 225
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 225
- Language
- Gujarati
225
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૧૫ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૧૫ + વિવેચન]
આ નિર્યુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી જાણવો, એમ કહી વૃત્તિકાર કહે છે –
મથુરામાં જિતશત્રુ રાજા વડે કાલા નામની વેશ્યાને અપ્રતિરૂપા છે તેમ વિચારી અવરોધીને (અંતઃપુરમાં) નાંખી. તેણીનો પુત્ર કાલવેશિક કુમાર થયો. તેણે તેવા પ્રકારના સ્થવિરોની પાસે દીક્ષા લીધી. એકાકી વિહાર પ્રતિમાને સ્વીકારીને મુદ્ગશૈલપુર ગયા.
ત્યાં તેની બહેન હતશત્રુ રાજાની સ્ત્રી (રાણી) હતી, તે સાધુને અર્શ થયેલ હતા. તેથી તેણીએ ભિક્ષાની સાથે ઔષધ આપ્યું. તેને અધિકરણ જાણી ભોજનનું પ્રત્યાખ્યાન કર્યું.
તેને કુમારપણામાં શિયાળના શબ્દને સાંભળીને પાછળ લાગેલા. આ શબ્દ કોનો સંભળાય છે? તેઓ બોલ્યા – આ શિયાળો અટવી-વાસી છે. તેણે કહ્યું – આને બાંધીને મારી પાસે લાવો. તેઓ શિયાળને બાંધીને લાવ્યા. તેણે તે શિયાળને માર્યું. તે હણાતું એવું ‘ખિં-ખિં’ કરે છે. તેનાથી તેને રતિ પ્રાપ્ત થઈ. તે શિયાળ હણાતા મૃત્યુ પામ્યો. અકામનિર્જરાથી વ્યંતર થયો.
તે વ્યંતરે અવધિજ્ઞાન વડે જોયું. આજ તે સાધુ છે. તેથી ત્યાં આવીને તે વ્યંતર બચ્ચા સહિત શિયાલણીને વિકુર્વી. તે ‘ખિં-ખિં’ કરતા સાધુને ખાવા લાગી. રાજા તે સાધુને ભક્ત-પ્રત્યાખ્યાન કરેલ જાણીને પુરુષો વડે તેમનું રક્ષણ કરે છે, જેથી તેમને કોઈ ઉપસર્ગ કરે નહીં. જેટલામાં તે પુરુષો તે સ્થાને આવ્યા તેટલામાં તે શિયાલણી વડે ખવાઈ ગયા, પણ શિયાલણી ન દેખાઈ. તે સાધુએ પણ ઉપસર્ગને સમ્યક્ રીતે ખમ્યો, અધ્યાસિત કર્યો. એ પ્રમાણે બધાંએ તે ઉપસર્ગને સહેવો. રોગપીડિતને શયનાદિમાં તૃણસ્પર્શ દુઃસહતર છે, તેથી તે કહે છે –