Pramāṇa · Search · About · API

Uttarajjhayana 227

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 227

Language
Gujarati

227

વિવેચન–૮૩, ૮૪
અચેલક, રૂક્ષ, સંયત, તપસ્વીને; તરે છે તૃણ - દર્ભ આદિ, તેમાં સૂવું, આમાં ઉપલક્ષણથી બેસવું પણ થાય. તેનાથી શરીરની વિદારણા થાય. અચેલકત્વ આદિ તપસ્વીના વિશેષણ છે, સચેલકને તૃણસ્પર્શ ન સંભવે, પણ અરૂક્ષને તેમ સંભવે. પણ સ્નિગ્ધત્વથી અસંયતને પોલા લીલા તૃણના ઉપાદાનથી તથાવિધ શરીર વિદારણાનો અસંભવ છે. તેથી શું? તે કહે છે –
આતપ - ધર્મનો નિતરાંપાત તે નિપાત, તેથી તિઉલ - તૌદિકા અથવા મન, વચન, કાયારૂપ ત્રણ પ્રસ્તાવથી સ્વરૂપ ચલન વડે ત્રિદુલ અથવા અતુલ કે વિપુલ વેદના થાય છે. એવું જાણીને આસ્તરણ - વસ્ત્રાદિને ન સેવે. કેવા? તંતુ વડે થયેલ તે તંતુજા. અથવા તંત્રજા. બંનેમાં વસ્ત્ર કે કંબલ જાણવા. તૃણ વડે તર્જિત અર્થાત્‌ તૃણો વડે અત્યંત વિલિખિત શરીરને સૂર્યના કિરણના સંપર્કથી ઉત્પન્ન પરસેવાથી ક્ષત-ક્ષાર નિક્ષેપરૂપ પીડા થાય છે. તે પણ તે આ પ્રમાણે વિચારે કે - નરકાગ્નિ વડે બળાતા ત્યાં કરૂણ વિલાપો કરે છે, અગ્નિથી ડરીને દોડતાં વૈતરણી નદીમાં જાય છે, તેને શીતળ પાણી સમજીને ક્ષારયુક્ત પાણીમાં તે પડે છે. ક્ષારથી બળતા શરીરને તે મૃગની જેમ ઉભા થઈને અસિપત્રવનમાં છાયાને માટે જાય છે. ત્યાં પણ બિચારા શક્તિ, યષ્ટિ, પ્રાસ, કુંત આદિ વડે છેદાય છે. - X - ઈત્યાદિ રૌદ્રતર નરકોમાં પરવશતાથી મેં અનુભવેલ વેદનાની અપેક્ષા આ વેદના કેટલી? સ્વવશ થઈ સમ્યક્‌પણે સહેતા ઘણો જ લાભ છે. એમ ભાવના ભાવતો. તેનાથી હારી જઈને કદી વસ્ત્ર, કંબલને ધારણ ન કરે. આ કથન જિનકલ્પિકની અપેક્ષાથી છે, સ્થવિરકલ્પી સાપેક્ષ સંયમત્વથી સેવે પણ છે.
અહીં સંસ્તાર દ્વારને અનુસરતા ‘તિઉલા હવઈ વેયણા’ એ સૂત્ર સૂચિત ઉદાહરણને કહે છે –

Linked texts (2)