Pramāṇa · Search · About · API

Uttarajjhayana 228

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 228

Language
Gujarati

228

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૧૬ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૧૬ + વિવેચન]
આ નિર્યુક્તિનો ભાવાર્થ વૃત્તિકારશ્રી સંપ્રદાયથી આ પ્રમાણે કહે છે –
શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજા હતો. તેને ભદ્ર નામે પુત્ર હતો. તે કામભોગથી ખેદ પામીને તથારૂપ સ્થવિરોની પાસે પ્રવ્રજિત થયો. કેટલેક કાળે એકાકી વિહાર પ્રતિમાને સ્વીકારીને રહ્યો. તે વિચરણ કરતા હતા ત્યારે વિરુદ્ધ રાજ્યમાં જાસૂસ સમજીને તેમને પકડી લીધા. તેમને મારીને ક્ષાર વડે સિંચિત કર્યા. દર્ભ વડે વીંટીને મુક્ત કરાયા. તે દર્ભ વડે લોહી વડે સંમિલિત થઈને થતાં દુઃખને સમ્યક્‌ સહન કરે છે.
એ પ્રમાણે બાકીના સાધુએ તૃણ પરીષહને સહન કરવો જોઈએ. તૃણ ક્યારેક મલિન પણ હોય છે. તેના સંપર્કથી પરસેવાથી વિશેષ જલ્લ સંભવે છે, તેથી અનંતર જલ્લ પરીષહ કહે છે -

Linked texts (1)