Uttarajjhayana 24
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 24
- Language
- Gujarati
24
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૩ + વિવેચન [૧/નિર્યુક્તિ-૩૩ + વિવેચન]
એકરસ - તિક્ત આદિ રસમાંનો કોઈ એક, એક વર્ણ - કૃષ્ણ આદિ વર્ણમાંથી કોઈ એક, એક ગંધ - સુગંધી કે દુર્ગન્ધી, તથા બે અવિરુદ્ધ સ્નિગ્ધ, શીત આદિ સ્પર્શ જેનો છે તે, ચ શબ્દથી સ્વગત અનંત ભેદો જાણવા. આવો પરમ - જેનાથી અન્ય સૂક્ષ્મતરનો અસંભવ છે, તેવો પ્રકર્ષવાન અણુ, તે પરમાણુ અને બે અણુ આદિ. સ્કંધ - જેના બે પ્રદેશ છે તેવો દ્વિપ્રદેશ - દ્વિઅણુક, ત્રિપ્રદેશ આદિથી અચિત્ત મહાસ્કંધ સુધી, તેના વડે સંયોજ્ય. વિજ્ઞેય - સંખ્યાત, અસંખ્યાત, અનંત ભંગ વિભાવના રૂપથી જાણવું. અચિત સંયુક્ત સંયોગ - પરમાણુ જો ત્રિઅણુક આદિ સ્કંધ પરિણતિને પામે ત્યારે રસાદિ સંયુક્ત જ દ્વિ અણુકાદિ સ્કંધ વડે સંયોજાય છે, જો તિક્તતા આદિ પરિણતિને છોડીને કટુત્વાદિ પરિણતિને પામે છે, ત્યારે પણ વર્ણાદિ વડે સંયુક્ત જ કટુકત્વાદિ વડે સંયોજાય છે. તે સંયુક્ત સંયોગ કહેવાય છે. અહીં કૃષ્ણ પરમાણુ કૃષ્ણત્વને છોડીને નીલત્વને પામે. તે એક ભંગ છે. એ પ્રમાણે બાકીના વર્ણોમાં, તથા રસ, ગંધ, સ્પર્શમાં કહેવું. એ પ્રમાણે બીજો પરમાણું દ્વિપ્રદેશાદિ વડે યોજવાથી સંખ્યાતાદિ ભંગ રચના પામે છે. ---- હવે જીવના મિશ્ર સંયુક્તક દ્રવ્ય સંયોગને કહે છે –