Pramāṇa · Search · About · API

Uttarajjhayana 230

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 230

Language
Gujarati

230

વિવેચન–૮૫, ૮૬
કિલ્ન્ન અથવા ક્લિષ્ટ બાધિત શરીર જેનું છે તેવો તે મેઘાવી-વ્યાધિવાળો હોય કે અરોગી હોય, જો સ્નાનની પ્રાર્થના કરે, તો તે આચારને ઉલ્લંઘેલ અને સંયમને ત્યજેલો થાય છે. એ ઉક્તિને અનુસરીને અસ્નાનરૂપ મર્યાદાને ઉલ્લંઘે નહીં. કોના વડે ક્લિન્નગાત્ર કે ક્લિષ્ટગાત્ર થાય? તે કહે છે - પરસેવાથી ભીના મલરૂપથી, તેનાથી જ કઠિનતા પામેલ કે ધૂળ વડે, ગ્રીષ્મ કે શરદમાં પણ, તેનાથી પરિતાપ પામીને. અર્થાત્‌ પરિતાપથી પરસેવો, પરસેવાથી મલજલ્લવાળો થાય. તેથી ક્લિન્નગાત્રતા થાય. તેના કારણે સુખનો આશ્રય કરવા એમ ન કહે કે - મને ક્યારે કે કઈ રીતે આ મલવાળા શરીરને સુખાનુભવ થાય?
તો તે શું કરે? જલ્લ જનિત દુઃખ ન સહન કરે. કેવો થઈને? કર્મોના આત્યંતિક ક્ષયરૂપ નિર્જરાને વિચારતો. એ પ્રમાણે તે શું કરે? હેય ધર્મો વડે દૂર રહે તે આર્ય. શ્રુત અને ચારિત્ર રૂપ ધર્મ કે જે બીજા કરતાં પ્રધાન હોવાથી અનુત્તર છે, તેને આચરે - એવો પ્રસન્ન - ભાવભિક્ષુ થાય. હવે સામર્થ્ય કહેવા છતાં અર્થઆદરને જણાવવા નિગમના વ્યાજથી ફરી કહે છે - શરીરના વિનાશની મર્યાદા કરીને, કઠિનતાને પામેલ મલ અને ઉપલક્ષણથી પંક અને ધૂળવાળી કાયાને ધારણ કરે. કોઈના અગ્નિથી પરિશોષિત પરિદગ્ધ થઈ ઉપહત શરીરને અથવા રજ વડે અવગુંડિત મલયુક્ત શરીરને વિચારે. અકામ-નિર્જરાથી તેમાં કોઈ ગુણ નથી. મને સમ્યક્‌ સહન કરતા મહાન ગુણકારી થશે. તેમ માનીને તેને દૂર કરવા સ્નાનાદિ ન કરે. - X - X - નિર્જરાપ્રેક્ષી તેને સહન કરે. કોઈ એમ કહે છે કે – ઉદ્વર્તન પણ ન કરે, તો સ્નાન કરવાની તો વાત જ ક્યાં રહી? અથવા યતિના ધર્મના આચારોને જાણે. ‘જ્ઞાનનું ફળ વિરતિ’ છે તેમ જાણીને તેવી કાયાને ધારણ કરે. હવે ‘મલધારી’ એ દ્વારને અનુસરતો ‘સાંય નો પરિદેવએ’ એ સૂત્ર અવયવને અર્થથી સ્પર્શતા ઉદાહરણ કહે છે –

Linked texts (2)