Pramāṇa · Search · About · API

Uttarajjhayana 231

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 231

Language
Gujarati

231

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૧૭ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૧૭ + વિવેચન]
આ નિર્યુક્તિનો ભાવાર્થ વૃત્તિકારશ્રી સંપ્રદાયથી આ પ્રમાણે કહે છે –
ચંપા નગરીમાં સુનંદ નામે એક વણિક્‌ શ્રાવક હતો. સાધુ જે-જે માંગે તે તેને અવજ્ઞાથી આપતો. ઔષધ, ભૈષજ આદિ સકતુ આદિ, સર્વભાંડાદિ આપે. કોઈ દિવસે ગ્રીષ્મમાં સુસાધુઓ જલ્લ વડે પરિદિગ્ધ શરીરવાળા તેની દુકાને આવ્યા. તેમના પરસેવા આદિની ગંધ ઉછળી રહી હતી. તેણે સુગંધી દ્રવ્ય વડે ભાવિત કરતાં વિચારે છે - સાધુનું બધું જ સુંદર છે, જો આ મેલ - જલ્લનું ઉદ્વર્તન કરશે તો ઘણું જ સારું થશે. એ પ્રમાણે તે વણિક્‌ તે સ્થાનની આલોચના કર્યા વિના, પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામ્યો.
તે કૌશાંબી નગરીમાં શ્રેષ્ઠીના કુળમાં પુત્રરૂપે જનમ્યો. તે ધર્મને સાંભળીને કામભોગથી ખેદિત થઈને પ્રવ્રજિત થયો. તેને પૂર્વના ભવનું તે કર્મ ઉદયમાં આવ્યું. તે દુર્ગન્ધવાળો થયો. પછી તે જ્યાં-જ્યાં જાય ત્યાં-ત્યાં અપભ્રાજના પામે છે. પછી સાધુઓએ તેને કહ્યું કે - તું આવી ઉડ્ડાહણા પામ, તારે ઉપાશ્રયમાં જ રહેવું. તે રાત્રે દેવીને આશ્રીને કાયોત્સર્ગ કર્યો. પછી દેવીએ તેની કાયા સુગંધી કરી દીધી. તે કોષ્ઠપુર કે બીજા વિશિષ્ટ દ્રવ્યોની જેવી ગંધ હોય તેવી ગંધવાળો થયો. ફરી ઉડ્ડાહણા થઈ. ફરી પણ દેવીની આરાધના કરી, સ્વાભાવિક ગંધવાળો થયો. તેણે જલ્લ પરીષહ ન સહન કર્યો. આ પ્રમાણે સાધુઓએ કરવું નહીં.
જલ્લ ઉપલિપ્ત અને શુચીને સત્ક્રિય કરતાં અને પુરસ્ક્રિય કરતા બીજા વડે સત્કાર કે પુરસ્કાર વડે સ્પૃહા કરે. તેથી તે પરીષહ કહે છે.

Linked texts (1)