Uttarajjhayana 233
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 233
- Language
- Gujarati
233
વિવેચન–૮૭, ૮૮
અભિવાદન - શિરોનમન અને ચરણ સ્પર્શાદિ પૂર્વક અભિવાદન કરે. સંભ્રમ સહિત આસનને છોડે, રાજાદિ વડે - ‘મારા ઘેર ભિક્ષા ગ્રહણ કરો’ ઈત્યાદિ રૂપ નિમંત્રણ કરે. જે સ્વયૂથિક કે પરતીર્થિકો આવા અભિવાદનોને આગમમાં નિષેધ કરાયો હોવા છતાં ભજે છે - સેવે છે, તેની મુનિ સ્પૃહા ન કરે - જેમકે ‘આમનો જન્મ સુલબ્ધ છે’, એવા પ્રકારના અભિવાદનો વડે મુનિ સત્કારાદિને ન ઈચ્છે - પરંતુ -
ઉત્કંઠિત સત્કારાદિમાં રહે તે ઉત્કશાયી, તેવા નથી તે અનુત્કશાયી, અથવા સર્વધનાદિપણાથી અણુકષાયી. અર્થાત્ સત્કારાદિ ન કરાતા જે કોપ ન પામે, તેની સંપ્રાપ્તિમાં અહંકારવાળા ન થાય. તેને માટે કે તેમાં ગુપ્તપણે પણ ગૃદ્ધિને ન ધારણ કરે. તેથી જ અલ્પ - સ્તોક ધર્મોપગરણ પ્રાપ્તિ માત્ર વિષયપણાથી સત્કારાદિપણે મોટી નહીં કે અલ્પ શબ્દના અભાવ અર્થપણાથી અવિદ્યમાન ઈચ્છા જેને છે, તે અલ્પેચ્છ, ઈચ્છાના કષાય અંતર્ગતત્વમાં ફરી અલ્પત્વ અભિધાનમાં ઘણાં દોષપણાનું ઉપદર્શન છે. તેથી જ જાતિ અને શ્રુતિ આદિ વડે અજ્ઞાત બની પિંડ - ભોજનાદિની ગવેષણા કરે.
જે કારણે સર ઓદનાદિમાં લંપટ નથી, એવા પ્રકારનો તે સરસ આહાર ભોજનાદિ કરતાને જોઈને કદાચિત અન્યથા થાય. તેથી કહ છે – સરસ ઓદનાદિમાં કે મધુરાદિ રસોમાં અભિકાંક્ષા ન કરે. રસગૃદ્ધિ વર્જન ઉપદેશથી તેમાં ગૃદ્ધ બાલિશને પણ અભિવાદનાદિ સ્પૃહા ન સંભવે. તથા રસગૃદ્ધો વડે મુનિ સ્પૃહાવાળા ન થાય. તેમજ સત્કારાદિ ન કરતાં અન્યતીર્થિ નૃપતિ પરત્વે અનુતાપ ન કરે.
આના પરિત્યાગથી પ્રવ્રજિત એવા મને શું? એવી હેયોપાદેય વિવેચન રૂપ મતિવાળો થાય. આના વડે સત્કારકારીમાં સંતોષ અને તેમ ન કરનારમાં દ્વેષને ન કરતો આ પરીષહને સહન કરે એમ કહેલ છે.
અહીં ‘અંગવિદ્યા’ દ્વારને અનુસરતો સૂત્રોક્ત અર્થ વ્યતિરેક ઉદાહરણ વડે સ્પષ્ટતા કરતાં કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati