Uttarajjhayana 234
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 234
- Language
- Gujarati
234
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૧૮ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૧૮ + વિવેચન]
આ નિર્યુક્તિના ભાવાર્થને વૃત્તિકારશ્રી સંપ્રદાયથી આ રીતે કહે છે –
ઘણાં કાળથી પ્રતિષ્ઠિત મથુરામાં ઈન્દ્રદત્ત પુરોહીતનો પ્રાસાદગત નીચે જતા સાધુ ઉપર પગને લબડાવી મસ્તક પસાર્યું. તે શ્રાવક શ્રેષ્ઠીએ જોયું. તે શ્રાવકને ખેદ થયો. અરે! જુઓ - આ પાપીએ સાધુની ઉપર પગ લબડાવ્યો. તેણે પ્રતિજ્ઞા કરી કે - મારે અવશ્ય આનો પગ છેદી નાંખવો. તે શ્રાવક તે પુરોહીતના છિદ્રો શોધે છે. છિદ્ર ન મળતા કોઈ દિવસે આચાર્ય પાસે જઈને વંદન કરીને વાત કરી. આચાર્યએ કહ્યું – તેમાં શું? સત્કાર પુરસ્કાર પરીષહને સહન કરવો જોઈએ. શ્રેષ્ઠી બોલ્યો - મેં પ્રતિજ્ઞા કરી છે. આચાર્યએ પૂછ્યું – આ પુરોહીતનું ઘર ક્યાં છે? તેણે કહ્યું - આ પુરોહીતે પ્રાસાદ કરાવેલ છે. તેના પ્રવેશમાં રાજા ભોજન કરશે. આચાર્યએ કહ્યું - જ્યારે રાજા તે પ્રસાદમાં પ્રવેશે ત્યારે તું રાજાને હાથ વડે પકડીને ખેંચી લેજે, કહેજો કે પ્રાસાદ પડે છે ત્યારે હું પ્રાસાદને વિદ્યા વડે પાડી દઈશ.
શ્રેષ્ઠીએ તે પ્રમાણે કર્યું. શ્રેષ્ઠીએ રાજાને કહ્યું - આણે તમને મારી નાંખ્યા હોત. રોષાયમાન થઈ રાજાએ પુરોહીતને સજા આપવા તે શ્રાવકને સોંપી દીધો. તેણે ઈન્દ્રકીલમાં પગ ફસાવી પુરોહીતનો પગ છેદી નાંખ્યો. એ પ્રમાણે કરીને તેને વિદાય કર્યો. તેણે સત્કાર પુરસ્કાર સહન ન કર્યો. જે પ્રમાણે તે શ્રાદ્ધે આ સહન કર્યું, તેમ સાધુએ કરવું ન જોઈએ. પણ સાધુની માફક પરીષહ સહેવો જોઈએ. આ અને પૂર્વનો બંને શ્રાવક પરીષહ અભિધાનથી પહેલાં ચાર નયોને મતે ભાવના કરવી જોઈએ. અહીં અંગ તે પગ છે, વિદ્યા - પ્રાસાદને પાડવારૂપ છે.
હવે અનંતરોક્ત પરીષહનો જય કરવા છતાં પણ કોઈને જ્ઞાનના આવરણના અપગમથી પ્રજ્ઞાના ઉત્કર્ષમાં, બીજાને જ્ઞાનાવરણના ઉદયમાં પ્રજ્ઞાના અપકર્ષમાં ઉત્સેક વૈકલ્પ સંભવે છે. તેથી પ્રજ્ઞા પરીષહ કહે છે –