Pramāṇa · Search · About · API

Uttarajjhayana 239

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 239

Language
Gujarati

239

વિવેચન–૯૧, ૯૨
પ્રયોજનનો અભાવ તે નિરર્થક, તેમાંથી નિવૃત્ત થયો, શેમાંથી મિથુનનો ભાવ કે કર્મ, તે મૈથુન - અબ્રહ્મથી, બીજા આશ્રવોથી વિરત હોવા છતાં જે મૈથુનનું ઉપાદાન અહીં કર્યુ, તે તેના અતિ ગૃદ્ધિ હેતુતાથી દુસ્ત્યાજ્ય છે. કેમકે કામભોગોને દુસ્ત્યાજ્ય કહેલાં છે. ઈન્દ્રિય અને નોઈન્દ્રિયના સંવરણથી સુસંવૃત્ત થયો છે. પણ હું સાક્ષાત્‌ જાણતો છું નહીં કે આ વસ્તુ સ્વભાવ ધર્મ કલ્યાણ-શુભ છે કે પાપક-તેથી વિપરીત છે.
અથવા ધર્મ એટલે આચાર, કલ્ય - અત્યંત નીરુક્તતાથી મોક્ષ, તેને આણે છે અર્થાત્‌ પ્રજ્ઞાપે છે. કલ્યાણ - મુક્તિ હેતુને અથવા પાપક - નરકાદિ હેતુને. અહીં આશય એવો છે કે - જો વિરતિનો કંઈપણ અર્થ સિદ્ધ થતો હોય તો મને આ અજ્ઞાન હોત જ નહીં. કદાચિત્‌ સામાન્ય ચર્યાથી ફળની પ્રાપ્તિ ન થાય, તેથી કહે છે - ભદ્ર કે મહાભદ્ર આદિ તપ અને આગમ ઉપચાર રૂપ આયંબિલ આદિ રૂપ ઉપધાન સ્વીકારીને વિચર્યો. માસિકી આદિ ભિક્ષુ પ્રતિમાને સ્વીકારીને રહ્યો. આ પ્રમાણે વિશેષ ચર્યા વડે પણ રહ્યો, સામાન્ય ચર્યાની તો વાત જ શું કરવી? એ પ્રમાણે પ્રતિબંધપણાથી અનિયત વિહાર કરવા છતાં, છાદન કરે તે છક્ષ એવા જ્ઞાનાવરણાદિ કર્મો દૂર ન થયા. એ પ્રમાણે ભિક્ષુ ન ચિંતવે.
અજ્ઞાન અભાવના પથમાં તો સમસ્ત શાસ્ત્રાર્થને જાણ્યા પછી પણ અભિમાનથી ધમધમતા માનસવાળો ન થાય. પરંતુ ‘પૂર્વ પુરુષ સિંહોના વિજ્ઞાન અતિશય સાગરને પાર પામેલાને સાંભળીને વર્તમાન પુરુષો કઈ રીતે પોતાના બુદ્ધિ વડે મદને પામે?’ એ પ્રમાણે ભાવના ભાવે. - X -
‘જે એકને જાણે છે, તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે, તે એકને જાણે છે.’ એવા આગમ વચનથી છદ્મસ્થ એવો હું એકપણ ધર્મ-વસ્તુ સ્વરૂપને તત્ત્વથી જાણતો નથી. તેથી સાક્ષાત્‌ ભાવસ્વભાવને જણાવતું વિજ્ઞાન નથી. - X - X - તથા ઉપધાનાદિ વડે પણ ઉપક્રમણ હેતુથી ઉપક્રમ કરવાને અશક્યમાં છદ્મ એવા દારુણ વૈરીમાં પ્રકૃષ્ટ તપે છે, તો મારે તો અહંકારનો અવસર જ ક્યાં છે?
હવે આવૃત્તિથી ફરી સૂત્રદ્વારને આશ્રીને પ્રકૃત સૂત્રોપક્ષિપ્ત અજ્ઞાનના સદ્ભાવનું ઉદાહરણ કહે છે –

Linked texts (2)