Uttarajjhayana 240
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 240
- Language
- Gujarati
240
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૨૧ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૨૧ + વિવેચન]
આ નિર્યુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી જાણવો કહીને વૃત્તિકારશ્રી કહે છે –
ગંગાકૂલે બે ભાઈઓ પ્રવ્રજિત થઈ સાધુ થયા. તેમાં એક બહુશ્રુત હતો, એક અલ્પશ્રુત હતો. તેમાં જે બહુશ્રુત હતો તેને શિષ્યો વડે સૂત્રાર્થ નિમિત્તે સમય પસાર થતાં દિવસના એક ક્ષણ વિશ્રામ ન મળતો, રાત્રિના પણ પ્રતિપૃચ્છના શિક્ષણ આદિથી ઉંઘવા મળતું ન હતું. જે અલ્પશ્રુત હતો તે સાધુ આખી રાત્રિ સૂઈ રહેતો હતો.
કોઈ દિવસે તે બહુશ્રુત આચાર્ય નિદ્રા વડે ખેદિત થઈને વિચારે છે કે - અહો! મારો ભાઈ પુન્યવાન છે, જે સુખેથી સૂવે છે, મારા મંદ પુન્ય છે કે મને ઉંઘવા મળતું નથી. તેણે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું. તે સ્થાનથી તેણે આલોચના અને પ્રતિક્રમણ ન કર્યા. તે કાળમાસે કાળ કરીને દેવલોક ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને આ જ ભરત ક્ષેત્રમાં આભીરના ઘેર પુત્રરૂપે જનમ્યો. મોટો થતાં યુવાનીમાં પરણ્યો, પુત્રી જન્મી. તે પુત્રી અતિ રૂપવતી હતી. તે ભદ્રકન્યા હતી.
કોઈ દિવસે તે પિતા અને પુત્રી બીજા આભીરોની સાથે ઘીના ગાડાં ભરીને નગરમાં વેચવાને માટે નીકળ્યા. તે કન્યા તે ગાડાનું સારથી-પણું કરતી હતી. પછી તે ગોવાળપુત્રો તેણીના રૂપમાં આસક્ત થઈને તેણીના ગાડાંની નજીક ગાડાં લઈ જઈને તેણીને અવલોકતા હતા. તેનાથી બધાં ગાડાં ઉન્માર્ગે ચાલી ભાંગવા લાગ્યા. તેથી તેણીનું નામ ‘અશકટા’ પાડી દીધું. અશકટાના પિતાને ‘અશકટા તાત’ કહેવા લાગ્યા. ત્યારે તે અશકટા તાતને વૈરાગ્ય ઉત્પન્ન થતાં, તે કન્યાને પરણાવીને ઘરની બધી સારરૂપ વસ્તુઓ આપીને પોતે દીક્ષા લીધી.
અશકટા તાત મુનિ ઉત્તરાધ્યયનના ત્રણ સૂત્રો સુધી ભણ્યા. પછી ‘અસંખેય’ અધ્યયનનો ઉદ્દેશો કરતી વેળા પૂર્વનું જ્ઞાનાવરણ કર્મ ઉદયમાં આવ્યું. બે દિવસો બે આયંબિલ વડે ગયા. એક પણ શ્લોક તેને યાદ રહેતો ન હતો. આચાર્યએ કહ્યું - આ ‘અસંખ્યેય’ અધ્યયન જ્યાં સુધી અનુજ્ઞાત ન થાય ત્યાં સુધી જોગમાં રહેવું. અશકટા તાતે પૂછ્યું - આ કેવા પ્રકારનો યોગ છે? આચાર્યએ કહ્યું - જ્યાં સુધી યોગ ચાલે ત્યાં સુધી તમારે આયંબિલ કરવાના. તે બોલ્યો - મારે અનુજ્ઞાનું શું કામ છે? એ પ્રમાણે તે દિવસથી આયંબિલના આહાર વડે બાર વર્ષ પર્યન્ત ‘અસંખ્યક’ અધ્યયન ભણ્યો. પૂર્વનું કર્મ ખપાવી દીધું.
આ પ્રમાણે અજ્ઞાન પરીષહને સહન કરવો જોઈએ. પ્રતિપક્ષમાં ભૌમદ્વાર છે. તેમાં પણ આ સૂત્ર સૂચિત આ ઉદાહરણ છે –