Pramāṇa · Search · About · API

Uttarajjhayana 25

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 25

Language
Gujarati

25

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૪ + વિવેચન [૧/નિર્યુક્તિ-૩૪ + વિવેચન]
જે રીતે ‘ધાતુઓ’ કનક આદિ યોનિરૂપ માટી આદિ, સુવર્ણ તામ્ર આદિ વડે સ્વભાવથી સંયોગ કરે - પ્રકૃતિ, ઈશ્વર આદિ બીજા અર્થોના વ્યાપારની અપેક્ષા વિના જે સંબંધ, તેના વડે મિશ્રિત, તે સ્વભાગ સંયોગ સંયુત હોય છે. આ જ અર્થાન્તર નિરપેક્ષત્વ લક્ષણ પ્રકારથી સંતતિ - ઉત્તરોત્તર નિરંતર ઉત્પત્તિરૂપ પ્રવાહ, તેને આશ્રીને કર્મ - જ્ઞાનાવરણ આદિ સંતતિકર્મ, તેના વડે આની આદિ ન હોવાથી અનાદિ. તે અહીં ક્રમથી આવેલ સંયોગ, તેના વડે તે યુક્ત હોવાથી અનાદિ સંયુક્ત છે તે જ અનાદિ સંયુક્ત, અથવા સંયોગથી અનાદિ સંયુક્ત કોણ? જીવે છે - જીવશે અને જીવ્યા તે જીવ, તેનો મિશ્ર સંયુક્ત દ્રવ્ય સંયોગ કહ્યો.
અહીં એવું કહેવા માંગે છે કે - અનંત કર્માણુ વર્ગણા વડે આવેષ્ટિત અને પ્રવેષ્ટિત છતાં પણ તેનું સ્વરૂપ ચૈતન્ય અતિવર્તતું નથી કે કર્માણુનું અચૈતન્ય જતું નથી. તેથી તેમના યુક્તપણાથી આને સંયુક્તક મિશ્ર દ્રવ્યરૂપે વિવક્ષા કરાય છે. તેનાથી આ કર્મપ્રદેશાંતરથી સંયોગને મિશ્ર સંયુક્ત દ્રવ્ય સંયોગ કહે છે. ---- આ અનાદિત્વ છતાં ઉપાયથી જીવ અને કર્મના સંયોગનો અભાવ જણાવે છે. અન્યથા મુક્તિના અનુષ્ઠાનનું વૈફલ્ય દર્શાવે છે. --- હવે ઈતરેતર સંયોગ બતાવે છે –

Linked texts (1)