Uttarajjhayana 241
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 241
- Language
- Gujarati
241
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૨૨ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૨૨ + વિવેચન]
આ નિર્યુક્તિની વ્યાખ્યા કરી વૃત્તિકારશ્રી તેનો ભાવાર્થ જણાવવા માટે સંપ્રદાયાનુસાર કથાનક જણાવે છે
સ્થૂલભદ્ર બહુશ્રુત આચાર્ય હતા. તેનો એક પૂર્વનો (ગૃહસ્થપણાનો) મિત્ર હતો. સજ્ઞાતીય પણ હતો. તે આચાર્ય વિચરણ કરતાં તે મિત્રના ઘેર ગયા. તેની સ્ત્રીને પૂછ્યું કે – તે ફલાણો ક્યાં ગયો? તે સ્ત્રી બોલી - વ્યાપાર કરવા ગયા. તેનું ઘર પહેલાં સમૃદ્ધ હતું. પણ પછીથી જીર્ણ-શીર્ણ થઈ ગયું. તેના પૂર્વજોએ એક સ્તંભની નીચે ભૂમિમાં ધન દાટેલું હતું. આ વાત તે આચાર્ય, જ્ઞાન વડે જાણતા હતા.
પછી તેણે તે સ્તંભ સામે હાથ કરીને કહ્યું – અહીં આ સ્તંભના મૂળમાં ઘણું-ઘણું ધન રહેલ છે અને મારો મિત્ર અજ્ઞાનથી ભટકી રહ્યો છે. આ વાત સ્થૂલભદ્ર આચાર્યએ સંકેતથી કહી, તેથી લોકો એવું સમજ્યા કે આ ભગવત્ આ ઘરને જોઈને, પૂર્વે ઋદ્ધિસંપન્ન હતું, પણ હાલ જીર્ણશીર્ણ છે, તે જોઈને અનિત્યતાનું નિરૂપણ કરી રહ્યા છે.
જ્યારે તે મિત્ર ઘેર આવ્યો, ત્યારે તેની પત્નીએ બતાવ્યું કે સ્થૂલભદ્ર આચાર્ય પધારેલ હતા. તેણે પૂછ્યું કે - સ્થૂલભદ્રએ કંઈ કહ્યું? સ્ત્રી બોલી - કંઈ નહીં. માત્ર આ સ્તંભની સામે હાથ દેખાડીને બોલ્યા કે - ‘આ અહીં છે, તે ત્યાં ભટકે છે’ તે મિત્ર પંડિત હતો, તે સમજી ગયો કે અહીં અવશ્ય કંઈક છે. તેણે ખોદવાનું શરૂ કર્યુ. તેટલામાં તેણે વિવિધ પ્રકારના રત્નોથી ભરેલો કળશ જોયો. આ રીતે તેમણે જ્ઞાન પરીષહને સહન ન કર્યો. બીજા સાધુઓએ આમ કરવું ન જોઈએ.
અહીં પ્રજ્ઞા અને અજ્ઞાનના ભાવ અને અભાવ વડે સૂત્રમાં પરીષહપણાથી ઉપવર્ણન છે, નિર્યુક્તિમાં અજ્ઞાન પરીષહમાં તે પ્રમાણે બંને ઉદાહરણનું ઉપવર્ણન કર્યું. અન્યત્ર પણ યથાસંભવ જાણવું. હવે અજ્ઞાનથી દર્શનમાં પણ સંશયવાળો ક્યારેક થાય, તેથી દર્શનપરીષહને કહે છે–