Uttarajjhayana 243
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 243
- Language
- Gujarati
243
વિવેચન–૯૩, ૯૪
જન્માંતર નિશ્ચે વિદ્યમાન નથી. કેમકે શરીર ભૂતચતુષ્ક યુક્ત છે તે અહીં જ પડી રહેશે અને ચૈતન્ય તો ભૂતધર્મ ભૂતપણાથી છે. તેના સિવાય પ્રત્યક્ષ તો આત્મા ઉપલભ્યમાન નથી. ઋદ્ધિ - તપો માહાત્મ્યરૂપ, કોની? તપસ્વીની. તે આમર્શૌષધ્યાદિ રૂપ છે, ઈત્યાદિ - X - X - X -. તે પણ પ્રાપ્ત થતી નથી. તેથી આમ કહ્યું છે – અથવા - વિશેષ શું કહેવું? હું તો ભોગથી પણ વંચિત થયો છું. કેમકે - આ મસ્તકનું મુંડન, ઉપવાસ આદિ યાતના રૂપ ધર્મ અનુષ્ઠાનથી ઠગાયો છું. આ પ્રમાણે અનંતર કહેવાયેલો ભિક્ષુ વિચારે નહીં.
જે પૂર્વે કહ્યું કે – ભૂતચતુષ્ટયાત્મરૂપ શરીરને જન્માંતરનો અભાવ છે, તે અસત્ છે. કેમકે અમે શરીરને બીજા જન્મમાં જવાનું છે. તે પ્રમાણે કહેલ જ નથી. કેમકે તેને તેવા ધર્મત્વથી આગળનો નિષેધ છે.
તપસ્વીને ઋદ્ધિ નથી, તે પણ વચનમાત્ર જ છે. આત્મઋદ્ધિના અભાવે અનુપલંભ - અપ્રાપ્તિ હેતુ કહેલ છે, તે પણ સ્વસંબંધી છે કે સર્વસંબંધી? તેમાં તે આત્માના અભાવે સ્વસંબંધી અનુપલંભ હેતુ નથી. કેમકે તે સ્વયં ‘ઘટ’ આદિ વાત ઉપલભ્યમાનપણે છે. જેમ ઘટ આદિમાં રહેલ રૂપાદિ ઉપલબ્ધ છે, તેમ આત્મામાં રહેલ પણ જ્ઞાનસુખાદિમાં કંઈ મહત્ અંતર રહેલ નથી. અશ્વસેન વાચકે કહ્યું છે - આત્મપ્રત્યક્ષ આ આત્મા છે.
‘આ દૃષ્ટિગૌચર નથી.’ તેમ પણ ન કહેવું. એ કથન એકાંત નથી. તેથી જ કહ્યું છે કે – ‘જે ચક્ષુ વડે ન દેખાય તે બધું ન લેવું તેમ નહીં.’ અન્યથા ચૈતન્ય પણ દૃષ્ટિગોચર નથી, તેથી તે પણ અસત્ત્વ થાય. તેથી તે સ્વસંવિદિત છે, માટે સત્ કહેવાય છે. આત્મા પણ તેવો હોવાથી સત્ જ છે. વિશેષ કેટલું કહેવું? જેમ ચૈતન્ય છે, તે સ્વીકાર્યું, તેમ આત્માને પણ જાણવો. જેમ સ્વ કે પરમાં રહેલ જ્ઞાન, જ્ઞાન વડે ગ્રહણ કરાય છે. તેમ જ્ઞાતા સ્વમાં કે પરમાં રહેલ હોય તે પણ જ્ઞાન વડે ગ્રહણ કરવો. વળી હું છું એ પ્રત્યયથી પ્રતિપાણી પોતાના આત્માને જાણે છે અને કેવલીને સર્વાત્મના ઉપલબ્ધ હોવાથી તેનો પ્રતિષેધ અશક્ય છે. એ પ્રમાણે ઋદ્ધિના અભાવે સર્વ સંબંધી અપ્રાપ્તિ પણ અસિદ્ધિ છે. દેખાય પણ છે કે ક્યારેક કોઈ દિવસ પગની ધૂળના સ્પર્શાદિથી રોગનો ઉપશમ આદિ થાય છે. તેથી અહીં પણ કાલાંતરે મહાવિદેહાદિમાં સર્વકાળ ઋદ્ધિના અંતર છતાં તેનો સંભવ અનુમત થયેલ છે.
વળી - હું ભોગસુખથી વંચિત થયો, કેમકે શિર અને તુંડના મુંડન, ઉપવાસ આદિ વડે યાતનારૂપ ધર્માનુષ્ઠાન છે, તે પણ વિચાર્યા વિનાનું વચન છે, ભોગસુખોના દુઃખાનુષક્તત્વથી તત્ત્વવેદીએ તેનો અનાદેય કરેલ છે. - X - X - વૈષયિક સુખ અતૃપ્તિકાંક્ષા શોકાદિ નિમિત્ત છે. આ અસિદ્ધ નથી, કેમકે ત્રણે કાળમાં યથાયોગ અતૃપ્તિ આદિ પ્રત્યેક જીવને સ્વસંવિદિત પણે છે.
વળી, તપથી પણ યાતનારૂપ પણે મન અને ઈન્દ્રિય યોગોની હાનિ જ પ્રતિપાદન કરેલી છે. - X - પછી તેમાં દુઃખરૂપતા કઈ રીતે થાય? શીરમુંડનથી કંઈક પીડાત્મક રૂપ હોવા છતાં સમીહિત અર્થના સંપાદકત્વથી દુઃખદાયકતા ન થાય. જો ઈષ્ટ અર્થના પ્રસાધકપણે સ્વીકારે તો તેને કાયપીડારૂપપણા છતાં દુઃખદાયી ન થાય. જેમ રત્ન વણિક્ને માર્ગમાં લાગતો શ્રમ આદિ પીડાદાયી ન થાય. તપ ઈષ્ટાર્થનો પ્રસાધક છે. તેની પણ અસિદ્ધતા નથી. કેમકે તે પ્રશમ હેતુપણે છે. - X - X - X - અગ્નિ તાપના પ્રકર્ષથી જેમ તપનીય વિશુદ્ધિ પ્રકર્ષ થાય, તેમ પ્રશમ તાર-તમ્યથી પરમ આનંદ તારતમ્ય અનુભવાય છે, તે લોકપ્રતીત છે. - તથા -
જિન - રાગાદિના જિતનારા હતા, હાલ જિનો વિદ્યમાન છે. આને કર્મપ્રવાદ પૂર્વના સ્તરમાં પ્રાભૃતથી ઉદ્ધરીને વસ્તુતઃ સુધર્માસ્વામી વડે જંબૂસ્વામી પ્રતિ કહેલ છે, આના વડે તે કાળે જિનનો સંભવ આ રીતે કહ્યો. અથવા વિદેહ આદિ ક્ષેત્રાંતરની અપેક્ષાથી આ ભાવના કરવી. અથવા વચન વ્યત્યયથી જિનો થશે. તે બધું જ મૃષા છે. જિન અસ્તિત્વવાદી અનંતરોક્ત ન્યાયથી કહે છે, એમ ભિક્ષુ ન ચિંતવે. જિનનો સર્વજ્ઞ અધિક્ષેપ - પ્રતિક્ષેપ આદિમાં પ્રમાણ ઉપપન્નતાથી પ્રતિપાદન વડે તેના ઉપદેશ મૂલત્વથી સર્વે આલોક-પરલોકના વ્યવહાર છે. આ ‘શિષ્ય આગમન દ્વાર’ કહ્યું. તેમાં ‘નત્થિ નૂનં પરે લોએ’ એ સૂત્ર અવયવ સૂચિત ઉદાહરણ કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati