Pramāṇa · Search · About · API

Uttarajjhayana 26

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 26

Language
Gujarati

26

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૫ + વિવેચન [૧/નિર્યુક્તિ-૩૫ + વિવેચન]
ઈતરેતર એટલે પરસ્પરનો સંયોગ - ઘટના તે ઈતરેતર સંયોગ. પરમાણુનો તથા પ્રદેશોનો. સૂક્ષ્માતિશય લક્ષણથી કહેવાય છે. તે પ્રદેશો - ધર્માસ્તિકાયાદિ સંબંધી તેમનો નિર્વિભાગ ભાગ, અભિપ્રેત, ઈતરેતર સંયોગ જોડાય છે. તેમ આગળ પણ કહેવું, અભિપ્રેત વિષયપણાથી આનું અભિપ્રેતત્વ છે, તેનાથી વિપરીત તે અનભિપ્રેત છે. અભિમુખતાથી વ્યક્તપણે જેના વડે અર્થ કહેવાય, તે અભિલાપ - વાચક, તેના વિષયપણાથી શબ્દને અભિલાપ કહે છે. આનો સંબંધ અને શબ્દાંતર યોજવું. સંબંધ, તે સ્વસ્વામીત્વ આદિ અનેક પ્રકારે કહેવાશે. આ ઈતરેતર સંયોગના આટલાં જ ભેદો છે. હવે પરમાણુનો સંયોગ કહે છે –

Linked texts (1)