Pramāṇa · Search · About · API

Uttarajjhayana 252

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 252

Language
Gujarati

252

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૩૧ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૩૧ + વિવેચન]
જે વાયુ વડે સત્ત્વો જીવે છે, અપરિમિત વાયુના નિરોધમાં મારા અંગો ભાંગી ગયા, મને શરણથી જ ભય ઉત્પન્ન થયો છે. તેના પણ આભરણો આચાર્યએ પૂર્વવત્‌ ગ્રહણ કર્યા. આ વાયુકાયકુમાર કહ્યો.
હવે પાંચમો વનસ્પતિકાયિક, તે પૂર્વવત્‌ જ આખ્યાનક કહે છે - જેમકે – એક વૃક્ષ ઉપર કેટલાંક પક્ષીઓનો આવાસ હતો. તેમના અપત્યો થયા, પછી વૃક્ષના અભ્યાસથી વેલડીઓ ઉત્થિત થઈ. વૃક્ષને વીંટળાઈને ઉપર વિલગ્ન થઈ. વલ્લીને આધારે સર્પ વીંટળાઈને તે અપત્યોને ખાઈ ગયો. પછી બાકીના કહે છે –