Pramāṇa · Search · About · API

Uttarajjhayana 253

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 253

Language
Gujarati

253

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૩૨ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૩૨ + વિવેચન]
જ્યાં સુધી વરસ્યા, ત્યાં સુધી સુખેથી વસ્યા. ક્યાં? નિરુપદ્રવ એવા વૃક્ષ ઉપર. અહીં મૂલમાંથી જ વેલડીઓ ઉદ્ભવી, તેથી વૃક્ષથી જ તત્ત્વતઃ ભય થયો. તે ઉક્તિ રીતિથી શરણ હતું. તે રીતે શરણથી જ ભય થયો. તેના આભરણો પણ આચાર્યોએ તે પ્રમાણે જ ગ્રહણ કર્યા. આ વનસ્પતિકાય કહ્યો.
હવે છઠ્ઠો કુમાર તે ત્રસકાય, તેને કહે છે. તે પણ પૂર્વવત્‌ આખ્યાનક કહે છે. જેમકે – કોઈ નગર પરસૈન્ય વડે રુંધાયું. ત્યાં બાહિરીકામાં માતંગો હતા, તેઓ અભ્યંતરો વડે બહાર કઢાયા, બહાર પરસૈન્ય વડે ગ્રહણ કરાયા, પછી કોઈ બીજાએ પણ કહેલ છે કે –