Pramāṇa · Search · About · API

Uttarajjhayana 255

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 255

Language
Gujarati

255

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૩૪ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૩૪ + વિવેચન]
જ્યાં રાજા સ્વયં ચોર હોય અને પોતાના નગરને લૂંટતો હોય, ત્યાંનો પુરોહીત ભંડક હોય, દિશાને ભાંગતો હોય. હે નાગરકો! શરણથી જ ભય જનમ્યો. આ પ્રમાણે શ્લોકાર્થ કહ્યો.
અથવા એક બ્રાહ્મણની પુત્રી હતી. તેણી યૌવનને પામી. તે ઘણી જ રૂપવતી અને દર્શનીય હતી. તે બ્રાહ્મણ તેણીને જોઈને આસક્ત થયો. તેણીને કારણે ઘણો જ દુર્બળ થઈ ગયો. બ્રાહ્મણીએ પૂછ્યું, ઘણું દબાણ કરતાં બ્રાહ્મણે કહ્યું, બ્રાહ્મણી બોલી - અધૃતિ ન કરશો. હું એવું કંઈક કરીશ, જેથી કોઈક પ્રયોજનથી સંપત્તિ થશે. પછી પુત્રીને કહ્યું - અમારી કન્યાને પહેલા યક્ષ ભોગવે છે, પછી વરને અપાય છે તેથી તને કૃષ્ણપક્ષની ચૌદશે યક્ષ તારી ઈચ્છા કરશે. તું વિમાનસ ન થઈશ. તું ત્યાં ઉદ્યોત ન કરતી.
તે કન્યાએ પણ યક્ષના કુતૂહલથી દીવાને શરાવલાથી ઢાંકીને લઈ ગઈ. તે આવ્યો. તેણીને ભોગવીને રાત્રિના થાકીને સૂઈ ગયો. આણે કૌતુકથી શરાવલું ખસેડ્યું. ત્યાં તેણે પિતાને જોયા. તે કન્યાએ જાણ્યું કે - જે થવાનું હોય તે જ થાય. હવે હું ઈચ્છાપૂર્વક ભોગ ભોગવીશ. પછી તે બંને રતિથી થાકી ગયા. સૂર્ય ઉગવા છતાં જાગ્યા નહીં. ત્યારપછી બ્રાહ્મણી માગધિકાને ભણે છે - બોલે છે.