Uttarajjhayana 27
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 27
- Language
- Gujarati
27
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૬ + વિવેચન [૧/નિર્યુક્તિ-૩૬ + વિવેચન]
પરમાણુ સંબંધી બે ભેદ છે – સંસ્થાન અને સ્કંધથી. આ રૂપથી પુદ્ગલાત્મક વસ્તુ રહે છે, તે સંસ્થાન - આકાર વિશેષ, તેથી તેને આશ્રીને અને સ્કંધને આશ્રીને છે. બે ભેદ છતાં પ્રત્યેકના ભેદોને કહે છે – સંસ્થાન વિષયક પાંચ પ્રકાર અને સ્કંધ વિષયક બે પ્રકાર છે. અહીં સંસ્થાન અને સ્કંધ ભેદ દ્વારા જ આ ઈતરેતર સંયોગભેદ છે, તેથી અભિધાન ઉચિત છે. સંસ્થાનભેદના અભિધાન પ્રસ્તાવમાં પણ અલ્પ વક્તવ્ય હોવાથી સ્કંધભેદને હેતુભેદ દ્વારથી કહે છે –