Uttarajjhayana 264
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 264
- Language
- Gujarati
264
૦ પરીષહ અધ્યયન કહ્યું. હવે ‘ચતુરંગીય’ અધ્યયનનો આરંભ કરીએ છીએ. તેના સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં પરીષહ કહ્યા. તે કયા આલંબનને આગળ કરીને કરવા, એવો પ્રશ્ન સંભવે છે, તેમાં માનુષત્વ આદિ ચાર અંગનું દુર્લભત્વ છે, તેના આલંબન વડે કહેવા. આ સંબંધથી આવેલા આ અધ્યયનના ચાર અનુયોગ દ્વારા વર્ણવવા જોઈએ. તે નામ નિષ્પન્ન નિક્ષેપ સુધી કહેવું. તેમાં ચતુરંગીય એ દ્વિપદ નામ છે, તેમાં ચાર અને અંગ બે શબ્દોનો નિક્ષેપ કરવો જોઈએ. એક વિના ચાર ન આવે, તેથી એકનો નિક્ષેપ કરવો જોઈએ, તેમ માનીને નિર્યુક્તિકાર કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati