Pramāṇa · Search · About · API

Uttarajjhayana 28

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 28

Language
Gujarati

28

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૭ + વિવેચન [૧/નિર્યુક્તિ-૩૭ + વિવેચન]
પરમાણું પુદ્ગલો નિશ્ચે બે કે ઘણાં - ત્રણ વગેરે છે. તે પરમાણુ પુદ્ગલો એક પિંડતાને પામીને નિર્વર્તે છે. શું નિર્વર્તે છે? દ્વિ અણુક આદિ સ્કંધ, આના વડે દ્વિપરમાણુ જન્યતાથી ઘણાં પરમાણુ જન્યત્વથી સ્કંધના બે ભેદ કહે છે. અહીં રૂક્ષ કે સ્નિગ્ધ એકગુણનો સંબંધ કરતાં દ્વિગુણ અધિકતાથી સ્વ-સ્વરૂપ અપેક્ષાથી સંબંધ કરાય છે, પણ સમગુણ કે એકગુણ અધિકથી સંબંધ થતો નથી. અર્થાત્‌ એકગુણ સ્નિગ્ધ ત્રિગુણ સ્નિગ્ધથી સંબંધ કરે છે. ત્રિગુણ સ્નિગ્ધ, પાંચગુણ સ્નિગ્ધથી સંબંધ કરે છે, ઈત્યાદિ. એ રીતે દ્વિગુણ સ્નિગ્ધ ચારગુણ સ્નિગ્ધથી સંબંધ કરે છે, ઈત્યાદિ. એ પ્રમાણે એકગુણ રૂક્ષથી ત્રિગુણ રૂક્ષ સાથે ઈત્યાદિ સંબંધ જાણવો. પણ એકગુણ સ્નિગ્ધનો એકગુણ સ્નિગ્ધ સાથે કે બેગુણ સ્નિગ્ધ સાથે સંબંધ ન થાય યાવત્‌ અનંતગુણ સ્નિગ્ધનો અનંતગુણ સ્નિગ્ધ સાથે સંબંધ ન થાય ---- કેમકે સમગુણ કે એકગુણ અધિક સાથે સંબંધ થતો નથી. ---- કહ્યું છે કે સમસ્નિગ્ધતાથી બંધ ન થાય, સમરૂક્ષતાથી પણ ન થાય. વિમાત્ર સ્નિગ્ધ રૂક્ષત્વથી સ્કંધોનો બંધ થાય છે. બે જઘન્ય ગુણવાળા સ્નિગ્ધનો કે તે પ્રમાણે જ રૂક્ષ દ્રવ્યોનો એકાધિક ગુણમાં પણ બંધનો પરિણામ ન થાય. સ્નિગ્ધનો દ્વિગુણાધિક સ્નિગ્ધ સાથે. એ રીતે રૂક્ષનો પણ બંધ જાણવો.
સ્નિગ્ધ અને રૂક્ષના પરસ્પર બંધની વિચારણામાં સમગુણનો કે વિષમગુણનો જઘન્યને વર્જીને પરિણતિ થાય છે.
જે વિશેષણથી સંસ્થાનથી સ્કંધના ભેદથી ઉપાદાન છે; તેનો આવિષ્કાર કરતાં કહે છે – તે સ્કંધનો આકાર તે સંસ્થાન. તેમાં પરિ-મંડલાદિ અનંતરોક્ત પ્રકારે આ રીતે રહે તે ઈત્થંસ્થ, ન રહે તે અનિત્થંસ્થ. આના વડે નિયત પરિમંડલાદિમાંનો કોઈ આકાર સંસ્થાન છે. બાકીના અનિયત આકાર સ્કંધ છે. સ્કંધોનો પણ પરસ્પર બંધ થાય છે. તેમનો પણ ઈતરેતર સંયોગ અહીં કહેલ છે, કેમકે તેમના પ્રદેશોનો સદ્ભાવ છે.
હવે સંસ્થાનના ભેદો કહે છે –

Linked texts (1)