Uttarajjhayana 274
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 274
- Language
- Gujarati
274
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૫૪ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૫૪ + વિવેચન]
યાન - હાથી આદિ, તેના હોવા છતાં શત્રુનો પરાજય કરવો શક્ય ન બને, તેથી આવરણ - કવચ આદિ, આવરણ હોય પણ પ્રહરણ - શસ્ત્ર વિના શું કરી શકે? તેથી પ્રહરણ - ખડ્ગ આદિ લીધા. આ યાનાવરણ પ્રહરણ હોવા છતાં જો યુદ્ધમાં કુશલત્વ ન હોય તો યાનાદિ શું કામના? તેથી સંગ્રામમાં પ્રાવીણ્ય જોઈએ. આ બધાં વિના શત્રુનો જય ન થઈ શકે. હવે નીતિ હોવા છતાં દક્ષત્વને આધીન જય છે, તેથી દક્ષત્વ કહ્યું. દક્ષત્વ હોવા છતાં તેમાં નિર્વ્યવસાયથી જય કઈ રીતે થાય? તેથી વ્યવસાય - પ્રવૃત્તિ, તેમાં પણ જો શરીરનું અહીન અંગત્વ ન હોય તો જય થાય. તેથી શરીર અર્થાત્ પરિપૂર્ણ અંગ, તેમાં પણ આરોગ્ય જ જયને લાવે. તેથી અરોગતા કહ્યું. તેથી આ બધાંને સમુદિતપણે યુદ્ધના અંગપણે કહ્યાં છે. હવે ભાવાંગ કહે છે –