Pramāṇa · Search · About · API

Uttarajjhayana 278

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 278

Language
Gujarati

278

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૫૯ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૫૯ + વિવેચન]
મનુષ્ય ભાવ, આર્યક્ષેત્ર, માતૃ સમુત્થા જાતિ, પિતૃ સમુત્થ કુળ, અન્યૂનાંગતા તે રૂપ, રોગનો અભાવ તે આરોગ્ય, આયુષ્ય, પરલોક પ્રવણા-બુદ્ધિ, ધર્મસંબદ્ધ-શ્રવણ, તેનું અવધારણ તે અવગ્રહ અથવા શ્રવણ એટલે તપસ્વી. તેનો અવગ્રહ, તે શ્રવણાગ્રહ. શ્રદ્ધા અને સંયમ પૂર્વવત્‌. આ બધાં લોકમાં દુર્લભ છે. પૂર્વે ચારનું દુર્લભત્વ કહેલ છે. અહીં માનુષત્વ, ક્ષેત્રાદિથી આયુષ્ય પર્યન્ત ઉપલક્ષણથી કહ્યું. શ્રવણ તે બુદ્ધિનો અવગ્રહ છે. ફરીથી માનુષત્વાદિનું અહીં અભિધાન વિશિષ્ટ ક્ષેત્રાદિ યુક્તોને જ આ મુક્તિના અંગત્વ રૂપે જણાવવા માટે છે.
કેટલાંક આ સ્થાને આવો પાઠ કહે છે – ઈન્દ્રિયલબ્ધિ, નિર્વર્તના, પર્યાપ્તિ, નિરૂપહત, કલ્યાણ, ઘ્રાણ, આરોગ્ય, શ્રદ્ધા, ગ્રાહક, ઉપયોગ. તેમાં ઈન્દ્રિયલબ્ધિ એટલે પંચેન્દ્રિયની પ્રાપ્તિ, નિર્વર્તના - ઈન્દ્રિયોની જ નિષ્પાદના, પર્યાપ્તિ - સમસ્ત પર્યાપ્તિપણું, નિરુપહત - ઉપહતપણાનો અભાવ, તે ગર્ભસ્થને કુબ્જત્વ આદિ વડે ઉત્પન્ન થયેલ ભિત્તિ આદિથી છે. ક્ષેમ - દેશ સૌસ્થ્ય, ઘ્રાણ - સુભિક્ષ કે વૈભવ, આરોગ્ય - નીરોગતા, શ્રદ્ધા - ઉક્તરૂપ, ગ્રાહક - શીખવનાર ગુરુ, ઉપયોગ - સ્વાધ્યાયાદિમાં ઉપયુક્તતા, અર્થ - ધર્મ વિષયમાં અર્થિત્વ. આટલા દુર્લભ જાણવા.
અહીં જે ફરી શ્રદ્ધાનું ગ્રહણ કર્યું તે તેના મૂલપણાથી સંપૂર્ણ કલ્યાણનું તેનું દુર્લભતરત્વ જણાવવાને માટે છે. જે કહ્યું કે – ‘મનુષ્યાદિ ભાવાંગો દુર્લભ છે.’ તેમાં માનુષ્યાંગના દુર્લભત્વના સમર્થનને માટે દૃષ્ટાંતો કહે છે –