Uttarajjhayana 279
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 279
- Language
- Gujarati
279
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૬૦ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૬૦ + વિવેચન]
ચોલ્લગ, પાસા, ધાન્ય, દ્યુત, રત્ન, સ્વપ્ન, ચક્ર, ચર્મ, યુગ અને પરમાણુ આ દશ દૃષ્ટાંતે મનુષ્યની પ્રાપ્તિની દુર્લભતા કહે છે – (૧) ચોલ્લગ - પરિપાટી ભોજન, (૨) પાશક - પાસા, (૩) સુમિણ - સ્વપ્ન આદિ ઉક્ત દશ દૃષ્ટાંત જાણવા. વિસ્તારથી જાણવાને વૃદ્ધ સંપ્રદાયથી આ પ્રમાણે જાણવું. (તે આ ક્રમે છે –).
(૧) ચોલ્લગ – બ્રહ્મદત્તની સાથે એક કાર્પટિક જોડાયેલો. તે આપત્તિમાં અને અવસ્થામાં સર્વત્ર સહાયક રહ્યો. બ્રહ્મદત્તને રાજ્ય પ્રાપ્ત થયું, બારવર્ષીય અભિષેક ચાલુ થયો. તેમાં કાર્પટિકને આશ્રય પ્રાપ્ત ન થયો. તેથી તેણે આના વડે ઉપાય વિચાર્યો - જોડાને બાંધીને ધ્વજવાહક સાથે તે દોડ્યો. રાજાએ તે કાર્પટિકને જોયો. નીચે ઉતરીને તેને આલીંગ્યો. બીજા કહે છે – તેણે દ્વારપાલને ભજના વડે બાર વર્ષે રાજાએ જોયો. ત્યારે રાજાએ તેને જોઈને સંભ્રાંત થઈને પૂછ્યું – આ બિચારો મારા સુખ - દુઃખમાં સહાયક હતો. હવે હું આની આજીવિકા કરી દઉં.
રાજાએ પૂછ્યું – તને શું આપું? તે કાર્પટિક બોલ્યો – મને તમે ઘેર-ઘેર કરભોજન આપો, જ્યારે આખા ભારતમાં ભોજન થઈ જાય, ત્યારે ફરી પણ તમારા ઘેરથી આરંભીને ભોજન કરીશ. રાજાએ ફરી પૂછ્યું – તારું આટલામાં શું થશે? હું તને એક દેશ આપી દઉં. તેનાથી સુખપૂર્વક તું છત્રછાયા વડે હાથી ઉપર બેસીને બધે ફરીશ.
કાર્પટિક બોલ્યો – મારે આટલા આકુટ્ટનથી શું પ્રયોજન? ત્યારે બ્રહ્મદત્તે તેને કરભોજન આપ્યું. પછી પહેલાં દિવસે તે રાજાને ઘેર જઈ જમ્યો. રાજાએ તેને બે દીનાર ભેટ આપી. એ પ્રમાણે પરિપાટીથી સુસજ્જ રાજકુળોમાં બત્રીશ હજાર રાજાઓએ તેવા અતિશય વડે ભોજન કરાવ્યું. તે નગરમાં અનેક કુલકોટિ હતા. તે નગરનો ક્યારે અંત કરશે? ત્યારપછી ગામોનો, પછી આખા ભારતક્ષેત્રનો પરિપાટી ક્રમ ક્યારે પૂરો થાય? કદાચ તેનો અંત આવે પણ ખરો. પરંતુ એક વખત મનુષ્યથી ભ્રષ્ટ થાય તો ફરી માનુષ્યત્વ ન પામે.
(૨) પાશક – ચાણક્ય પાસે સુવર્ણ ન હતું. ત્યારે કયા ઉપાયથી સુવર્ણને મેળવવું. ત્યારે તેણે યંત્રપાશક કર્યા. કોઈ કહે છે કે વરદાન મળ્યું પછી એક દક્ષ પુરુષને શીખવ્યું. દીનારનો થાળ ભર્યો. તે બોલે છે – જે કોઈ મને જીતશે, ત્યારે તેને આ થાળો આપી દઈશ. જો હું જીતી જાઉં તો તમારે મને માત્ર એક દીનાર આપવી.
તે ઈચ્છા પ્રમાણે યંત્રમાં પાસા પાડતો હતો. તેથી તેને જીતવો શક્ય ન હતો. જેમ તે જીતાતો ન હતો, એ પ્રમાણે માનુષ્યલાભ પણ પ્રાપ્ત થવો દુષ્કર છે. કદાચ કોઈ તેને જીતી પણ જાય, પરંતુ મનુષ્યપણાથી ભ્રષ્ટ થયા પછી ફરી માનુષ્યત્વ ન પામે.
(૩) ધાન્ય – ભરતક્ષેત્રમાં જેટલાં ધાન્યો છે, તે બધાં ધાન્યોને ભેગા કરી દેવામાં આવે. અહીં પ્રસ્થ સરસવમાં નાંખી દે. તે બધાંનું મિશ્રણ કરાય. પછી કોઈ એક વૃદ્ધા - સ્થવિરા સૂપડામાં લઈને તે ધાન્યોને પૃથક્ કરે, ફરી પણ પ્રસ્થક વડે પૂરિત કરાય. તો કદાચ દેવની કૃપાથી તેને છૂટા પાડી શકાય. પરંતુ જો માનુષ્યત્વ ચાલી જાય તો તેને પૂરી ન શકાય.
(૪) દ્યુત – જેમ કોઈ એક રાજા હતો. તેની સભા ૧૦૮ સ્તંભોની ઉપર સંનિવિષ્ટ - રહેલી હતી. જ્યાં આસ્થાનિકા - સભા કરતો. એક-એક સ્તંભને ૧૦૮ ખૂણા હતાં. તે રાજાનો પુત્ર રાજ્યનો આકાંક્ષી થઈ વિચારે છે. આ રાજા સ્થવિર - વૃદ્ધ થયો છે, તેને મારીને રાજ્યને ગ્રહણ કરે છે.
કોઈ રીતે અમાત્યએ તે વાત જાણી, તેણે રાજાને કહ્યું. પછી રાજાએ તેના પુત્રને કહ્યું – અમારા વંશમાં જે સહન ન કરી શકે તે જુગાર રમે છે. જે જીતી જાય, તેને જે જીતે છે, તેને રાજ્ય અપાય છે. હવે જીતવું કઈ રીતે? તારા માટે એક ઉપાય છે. જો તું આ ૧૦૮ સ્તંભોના એકૈક ખૂણાને ૧૦૮ વખત જીતે તો આ રાજ્ય તારું છે. કદાચ દેવસહાયથી તે દ્યુતમાં જીતી પણ જાય, પરંતુ જો માનુષ્યત્વથી એક વખત ભ્રષ્ટ થાય તો ફરી પામવું મુશ્કેલ છે.
(૫) રત્ન – એક વણિક્ વૃદ્ધ હતો. તેની પાસે રત્નો હતા. તેમાં બીજા વણિકો કોટિપતાકા ધજાને ઉર્ધ્વ રાખતો હતા. પણ તે રત્નવણિક્ ધજાને ઉર્ધ્વ રાખતો ન હતો. તેના પુત્રએ સ્થવિરને મોકલીને તે રત્નોને વિદેશી વણિક્ના હાથે વેંચી દીધા. તેમના મનમાં હતું કે - આપણે પણ કોટિપતાકાને ઉર્ધ્વ કરીને રહીશું.
તે વણિક્ પણ પારસકુલની ચોતરફ ફરીને પાછો આવી ગયો. તેણે સાંભળ્યું કે, તેના પુત્રોએ રત્નો વેંચી દીધા. તેમનો તિરસ્કાર કરીને કહ્યું, જલદીથી તે રત્નો પાછા લઈ આવો. ત્યારે તે બધાં પુત્રોએ ભટકવાનું શરુ કર્યું. શું તેઓ બધાં રત્નોને એકઠાં કરી શકે ખરાં? કદાચ દેવના પ્રભાવથી એકઠાં કરી પણ દે. પરંતુ ગુમાવેલો માનવભવ ફરી ન મળે.
(૬) સ્વપ્ન – એક કાર્પટિકે - બ્રાહ્મણે સ્વપ્નમાં ચંદ્રને ગળી લીધો. તેણે બીજા કાર્પટિકોને કહ્યું - તેઓ બોલ્યા કે તેને સંપૂર્ણ ચંદ્રમંડલ સમાન કરી (પૂરણપોળી) પ્રાપ્ત થશે. બીજા કોઈએ પણ આવું જ સ્વપ્ન જોયું. તે સ્નાન કરીને, હાથમાં પુષ્પ અને ફળ લઈને સ્વપ્નપાઠક પાસે ગયો, તેને સ્વપ્નની વાત કરી. તે સ્વપ્નપાઠકે કહ્યું - તું રાજા થઈશ. તે દિવસ પછી સાતમે દિવસે ત્યાંનો રાજા અપુત્રિક મૃત્યુ પામ્યો. ચંદ્રના સ્વપ્નવાળો થાકીને સૂતો હતો. તેટલામાં અશ્વએ આવીને તેને અધિવાસિત કર્યો. ત્યારે તેણે અશ્વને પ્રદક્ષિણા કરીને, તેની ઉપર બેસી ગયો. એ પ્રમાણે તે રાજા થઈ ગયો. ત્યારે પેલા કાર્પટિકે તે સાંભળ્યું. તેણે પણ આવું જ સ્વપ્ન જોયેલ હતું. તે આદેશ ફળથી રાજા થયો. કાર્પટિક વિચારે છે-હું જ્યાં ગોરસ છે ત્યાં જાઉં. તે પીને સૂઈ જઈશ. ફરી મને સ્વપ્ન આવશે. શું તેમ બને ખરું? કદાચ દૈવયોગે બને પણ ખરું. પણ મનુષ્યત્વ ફરી ન પામે.
(૭) ચક્ર – ઈન્દ્રપુર નામે નગર હતું. ત્યાં ઈન્દ્રદત્ત નામે રાજા હતો. તેને ઈષ્ટ એવી શ્રેણી રાણીઓના બાવીશ પુત્રો હતા. બીજા કોઈ કહે છે - એક જ રાણીના પુત્રો હતા. તે રાજાને પ્રાણ સમાન હતા. બીજી એક અમાત્યપુત્રી હતી. તેણી પરણાવવા યોગ્ય હતી. અન્ય કોઈ દિવસે ક્યારેક ઋતુસ્નાના થઈને રહેલી હતી. રાજાએ તેણીને જોઈને પૂછ્યું કે - આ કોની કન્યા છે? અમાત્યએ કહ્યું કે - આ તમારી રાણી છે. ત્યારે રાજા તેણીની સાથે એક રાત્રિ રહ્યો. તેણી ઋતુસ્નાતા હતી, તેણીને ગર્ભ રહ્યો. તે અમાત્યપુત્રીએ તે વાત અમાત્યને કરી. અમાત્યએ કહેલું કે જ્યારે તને ગર્ભ ઉત્પન્ન થાય ત્યારે મને કહેજે. તેણીએ જે દિવસે જે મુહૂર્ત્તે રાજા સાથે ભોગ ભોગવેલા, તે બધું પત્રમાં લખી દીધુ. અમાત્ય તે પત્ર ગોપવીને રાખે છે. નવ માસ જતાં તેને પુત્ર જનમ્યો. તે દિવસે તેના દાસચેટ પણ જનમ્યા. તે આ પ્રમાણે - અગ્નિક, પર્વત, બાહુલ, સાગર.
અમાત્ય તેના દોહિત્રને યોગ્ય વયે કલાચાર્ય પાસે લઈ ગયો. લેખ આદિ ગણિત પ્રધાન કળા તેણે ગ્રહણ કરી. જ્યારે તે આચાર્ય પાસે કલા ગ્રહણ કરતા હતા, ત્યારે સહજાત દાસચેટો ઝઘડતા, વ્યાકુળતા ઉત્પન્ન કરતા ઈત્યાદિ કારણે તેઓ ન ભણ્યા, ન કળા શીખ્યા.
બીજા બાવીશે કુમારે જ્યારે કળા શીખતા હતા ત્યારે આચાર્યને ફટકારતા અને અવચનો કહેતા હતા. જ્યારે તે આચાર્ય તે બધાંને શિક્ષા કરતા, ત્યારે તે કુમારો જઈને માતાની પાસે ફરિયાદ કરતા હતા. ત્યારે તે માતાઓ આચાર્યને ખીજાતી કે કેમ મારો છો? શું પુત્રજન્મ સુલભ છે? એ કારણે તે બાવીશે પણ કળા ન શીખ્યા.
આ તરફ મથુરામાં જિતશત્રુ રાજા હતો. તેની પુત્રી નિર્વૃત્તિ નામે કન્યા હતી. તેણીને શણગારીને રાજા પાસે લાવ્યા. રાજાએ કહ્યું - તને જે રુચે તે તારો પતિ. ત્યારે તેણીએ કહ્યું કે જે - શૂર, વીર, વિક્રાંત હોય તે જ મારો પતિ થાય. રાજા વળી તેને રાજ્ય આપશે.
ત્યારપછી તે રાજકન્યા લશ્કર અને વાહન લઈને ઈન્દ્રપુર નગર ગઈ. તે ઈન્દ્રદત્ત રાજાને ઘણાં પુત્રો હતા. ઈન્દ્રદત્તે ખુશ થઈને વિચાર્યું - નક્કી બીજા રાજા કરતાં તેઓ લષ્ટતર છે. તેણે નગરને પતાકાદિથી શણગાર્યુ. ત્યાં એક અક્ષમાં આઠ ચક્રો, તેની આગળ શાલભંજિકા - પૂતળી રાખી. તે પૂતળીની આંખને વિંધવાની હતી.
ત્યારપછી ઈન્દ્રદત્ત રાજા સન્નર્ધ થઈને પુત્રોની સાથે નીકળ્યો. તે કન્યા પણ સર્વાલંકાર વિભૂષિતા થઈ એક પડખે ઉભી રહી. તે રાજાના દંડભટભોજિકા અને રંગમંચ દ્રૌપદીના રંગમંચાદિ જેવો હતો. તેમાં રાજાનો મોટો પુત્ર શ્રીમાલીકુમાર હતો. તેને કહ્યું - હે પુત્ર! આ કન્યા અને રાજ્યને ગ્રહણ કરવાનું છે, તેથી આ પૂતળીને વિંધ. ત્યારે તે કંઈ કળા ન જાણતો હોવાથી સમૂહ મધ્યે ધનુષ્ય પણ ગ્રહણ ન કરી શક્યો.
કોઈએ જેમ-તેમ કરીને ધનુષ્ય ગ્રહણ કર્યું. જેમ ફાવે તેમ બાણ છોડ્યું. તે ચક્રમાં ભટકાઈને ભાંગી ગયું. એ રીતે કોઈ એક આરાને પાર કરી શક્યું, કોઈ બે આરાને પાર કરી શક્યા. કોઈના બાણ બહાર જ નીકળી ગયા. ત્યારે રાજા ખેદ કરવા લાગ્યો - અહો! હું આ પુત્રોથી અપમાનને પામ્યો.
ત્યારે અમાત્યએ કહ્યું - શા માટે ખેદ કરો છો? રાજા બોલ્યા - આ બધાં વડે હું અપ્રધાન - ગૌણ થઈ ગયો. અમાત્યએ કહ્યું - તમારે હજી એક પુત્ર છે, જે મારો દોહીત્ર છે, તેનું સુરેન્દ્રદત્ત નામ છે, તે વિંધવા માટે સમર્થ છે. રાજાએ કહ્યું - તમે મને તેની ઓળખ કરાવો. તે ક્યાં છે? અમાત્યએ તેને દેખાડ્યો. રાજાએ તેની આજ્ઞા આપીને કહ્યું કે - તને આઠ રથ ચક્રોને ભેદીને, પૂતળીની આંખ વિંધીને, રાજ્ય અને નિર્વૃત્તિ કન્યાને પત્નીરૂપે પ્રાપ્ત કરવી યોગ્ય છે.
ત્યારે તે કુમારે ‘જેવી આપની આજ્ઞા’ એમ કહીને તે સ્થાને જઈને ધનુષ્ય ગ્રહણ કર્યું. ચારે દિશામાં રહીને દાસપુત્રો તેને વિઘ્ન કરે છે. બંને પડખે બીજા બે જણાં હાથમાં ખડ્ગ લઈને ઊભા હતા. જો કોઈ રીતે લક્ષ્યથી સ્ખલના પામે તો કુમારનું માથું છેદી નાંખવું. ઉપાધ્યાય પણ પડખે રહી ભય પમાડતો હતો- જો તું સ્ખલિત થઈશ તો નક્કી મરવાનો છે. તે બાવીશ કુમારો પણ તેને પૂતળી ન વિંધી શકે તે માટે ઘણાં જ વિઘ્નો કરી રહ્યા હતા.
તે વખતે સુરેન્દ્રદત્ત કુમારે તે બંને પુરુષોને, ચારે દાસપુત્રોને અને બાવીશે કુમારોને ગણકાર્યા વિના તે આઠે રથચક્રોના અંતરને જાણીને તે જ લક્ષ્યમાં દૃષ્ટિને રોધીને અન્ય સ્થાને મનને ન કરતાં પૂતળીને વિંધી. ત્યારે લોકોએ ઉત્કૃષ્ટ કલકલનાદ કરી ધન્યવાદ આપ્યા. જેમ તે ચક્ર ભેદવું દુર્લભ છે, તેમ માનુષ્યત્વ પ્રાપ્તિ દુર્લભ છે.
(૮) ચર્મ – એક દ્રહ હતો. તે એક લાખ યોજન વિસ્તીર્ણ ચર્મ વડે ઢંકાયેલો હતો. તેની મધ્યે એક છિદ્ર હતું. તે છિદ્રમાં માત્ર કાચબાની ડોક સમાતી હતી. ત્યાં જઈને એક કાચબો સો વર્ષ જતાં પોતાની ડોક બહાર કાઢતો હતો. તેણે કોઈ રીતે પોતાની ડોક પ્રસારી. જેટલામાં તે છિદ્રમાંથી ડોક બહાર કાઢી, તેના વડે કૌમુદીમાં જ્યોતિ જોઈ. ફળ અને ફૂલ જોયા. તે ગયો, સ્વજનોને તે દૃશ્ય દેખાડવા બોલાવ્યા. આવીને બધી તરફ ભમે છે, પણ તે પૂર્ણિમાનો ચંદ્ર આદિ કંઈ જોવા ન મળ્યા. આ પ્રમાણે મનુષ્યભવ પણ ફરી મળતો નથી.
(૯) યુગ – જો ‘યુગ’ ને સમુદ્રના પૂર્વાંતમાં નાંખો, તેની ‘સમિલા’ પશ્ચિમાંતમાં ફેંકો. તો યુગના છિદ્રમાં તે સમીલાનો પ્રવેશ આપોઆપ થવો સંશયિત છે. તે પ્રમાણે માનુષ્યત્વનો લાભ મળવો સંશયિત છે.
કદાચ તે સમીલા સાગરના પાણીમાં આમ-તેમ ભમતાં-ભમતાં કોઈ પ્રકારે યુગ સુધી પહોંચી જાય અને યુગના છિદ્રમાં પ્રવેશી પણ જાય. પછી તે પ્રચંડવાયુના નિમિત્તે ઉઠેલ તરંગથી પ્રેરાઈને છિદ્રમાં પ્રવેશે કે અન્ય કોઈ નિમિત્તથી. તે બની શકે. પણ જો મનુષ્યથી જીવ ભ્રષ્ટ થાય તો ફરી તેને માનુષ્ય મળતું નથી. અર્થાત્ દુર્લભ છે.
(૧૦) પરમાણુ – હવે પરમાણુનું દૃષ્ટાંત આપે છે. જેમ એક સ્તંભ હોય, તે ઘણાં મોટા પ્રમાણવાળો હોય. આવો સ્તંભ કોઈ દેવ ચૂર્ણ કરીને, જેનો વિભાગ ન થઈ શકે તેવો ખંડો કરીને નાલિકામાં નાંખે. પછી મેરુ પર્વતની ચૂલિકાએ રહીને ત્યાંથી નલીકામાં ફૂંક મારીને તે ચૂર્ણને ઉડાડે. તો શું કોઈ પણ તે જ પુદ્ગલો વડે તે જ સ્તંભને બનાવી શકે ખરો?
ના, તે અર્થ સમર્થ નથી. તેમ ન થઈ શકે. એ પ્રમાણે મનુષ્યથી ભ્રષ્ટ થઈ પુનઃ માનષ્યત્વ ન પામી શકે.
અથવા અનેક સ્તંભ ઉપર રહેલી સભા હોય, તે કાલાંતરે પડી જાય. તો શું કોઈ, તેના જ પુદ્ગલો એકઠાં કરીને તે સભાને ફરી બનાવી શકે?ના, ન બનાવી શકે. આ પ્રમાણે માનુષત્વ પણ દુર્લભ છે.
૦ કદાચ માનુષ્યત્વને પ્રાપ્ત કરી લે, તો પણ ‘ધર્મશ્રુતિ’ દુર્લભ છે, તે દર્શાવતા નિર્યુક્તિકાર કહે છે –