Uttarajjhayana 280
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 280
- Language
- Gujarati
280
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૬૦, ૧૬૧ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૬૦, ૧૬૧ + વિવેચન]
આળસ, મોહ ઈત્યાદિ કારણો અહીં કહેવાશે. તેને લીધે સુદુર્લભ માનુષ્યત્વને પામીને પણ જીવ સંસાર ઉત્તારિણી શ્રુતિને પામતો નથી.
આલસ્ય - અનુદ્યમ રૂપ, ધર્માચાર્યની પાસે ન જાય કે ન સાંભળે, આ પ્રમાણે બધાં જ કારણો સાથે જોડવું. મોહ - ગૃહ કર્તવ્યતા જનિત વૈચિત્યરૂપ અથવા હેય-ઉપાદેયના વિવેકના અભાવરૂપ. અવજ્ઞા - જેમકે – આ મુંડ શ્રમણો શું જાણે? અવર્ણ્ણ - સાધુના અવર્ણવાદથી, જેમકે – આ મળથી ભરેલા શરીરવાળા, બધાં સંસ્કારોથી રહિત, પ્રાયઃ પ્રાકૃત વયવાળા ઈત્યાદિ છે.
સ્તંભ - જાતિ આદિથી ઉત્પન્ન અહંકારથી, હું આવો પ્રકૃષ્ટતર જાતિવાળો, હું આમને કેમ અનુસરું. ક્રોધ - આચાર્યાદિ વિષયક અપ્રીતિ રૂપથી, મહામોહથી હણાયેલો, કોઈ આચાર્યાદિ વડે કોપાયમાન થયો હોય. પ્રમાદ - નિંદ્રા આદિ રૂપ. નિંદ્રા આદિથી પ્રમત્ત જ રહેતો હોય. કૃપણ - દ્રવ્યના વ્યયને સહન ન કરવા રૂપ.
જો હું આમની પાસે જઈશ તો અવશ્ય દ્રવ્યનો વ્યય થશે. તેથી તેમનો દૂરથી જ પરિહાર કરવો. ભય - કદાચિત્ નરકાદિ વેદનાના શ્રવણથી ઉત્પન્ન અસાતા વડે, અથવા નિઃસત્વો જ નરકાદિ ભયને બતાવે છે, એવા ભયથી ફરી સાંભળવા ન ઈચ્છે.
શોક - ઈષ્ટના વિયોગથી ઉત્પન્ન દુઃખથી, ક્યારેક તે પ્રિયપ્રણયિનીના મરણ આદિમાં શોક કરતો બેસી રહે. અજ્ઞાન - મિથ્યાજ્ઞાનથી, જેમકે – માંસભક્ષણમાં દોષ નથી, મદ્ય કે મૈથુનમાં દોષ નથી, ઈત્યાદિ રૂપ. વ્યાક્ષેપ - હવે આ કામ છે, હવે આ કામ છે, એ પ્રમાણે ઘણાં કાર્યોની વ્યાકુળતા રૂપ વ્યાક્ષેપ. કુતૂહલ - ઈન્દ્રજાલ આદિ અવલોકન માટે ફરતો હોવાથી, રમણ - કૂકડા આદિની ક્રીડારૂપ. હવે આ અર્થોના નિગમનને કહે છે –
અનંતરોક્ત બતાવેલા હેતુ કે કારણોથી. કોઈ રીતે પ્રાપ્ત થઈ પણ જાય. શું? અતિશય દુર્લભ એવું મનુજત્વ, તે પણ ધર્મને સાંભળવા રૂપ શ્રુતિને ન પામે. તે શ્રુતિ કેવી? હિતકારી - આ લોક કે પરલોકમાં તથ્ય-પથ્યને જણાવનારી. તેથી જ સંસારને પાર ઉતારનારી, મુક્તિ પમાડવા માટે નિસ્તાર કરે છે, તેથી સંસારોત્તરણી. કોને? જીવને. આ રીતે ધર્મની શ્રુતિના દુર્લભત્વને બતાવીને, તેના લાભ થાય તો પણ તેમાં શ્રદ્ધાના દુર્લભત્વને કહે છે